લોકસભા ચૂંટણી 2024નો અંતિમ તબક્કો: બંગાળમાં મતદાન દરમિયાન હિંસા, CPM અને ISFના ઘણા કાર્યકર્તા ઘાયલ; 9 વાગ્યા સુધીમાં 11.31 ટકા મતદાન
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01062024_052359_Bengal 1.webp)
- 01 Jun, 2024
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં શનિવારે સાત રાજ્ય અન એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. જે સીટો પર આજે વોટિંગ થઈ રહ્યું છે, તેમાં પંજાબ અને યુપીની 13-13 સીટો, પશ્ચિમ બંગાળની 9 સીટો, બિહારની 8 સીટો, ઓડિશાની 6 સીટ, હિમાચલ પ્રદેશની 4 સીટ, ઝારખંડની 3 સીટ અને એક ચંદીગઢની સીટ સામેલ છે.
આ તબક્કામાં ઘણા મોટા નેતાઓના કિસ્મત દાવ પર લાગેલા છે. આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકર હમીરપુરથી, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બરથી, લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી પાટિલપુત્ર અને એક્ટ્રેસ કંગના રનૌત મંડી સીટથી મેદાનમાં છે.
લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.31 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી આયોગના આંકડાઓ મુજબ, બિહારમાં 10.58 ટકા, ચંદીગઢમાં 11.6 ટકા, હિમાચલ પ્રદેશમાં 14.35 ટકા, ઝારખંડમાં 12.15 ટકા, ઓડિશામાં 7.69 ટકા, પંજાબમાં 9.64 ટકા, યુપીમાં 12.94 ટકા અને પશ્ચિમ બંગાળમાં 12.64 ટકા વોટિંગ થયું છે.
પશ્ચિમ બંગાળમાં જાદવપુર લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતા ભાંગરના સતુલિયા વિસ્તારમાં ટીએમસી પર આઈએસએફ અને સીપીઆઈએમના કાર્યકર્તા અને સમર્થકો પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે. ટીએમસી સમર્થકો પર બોમ્બથી હુમલો કરવાનો આરોપ છે. આ ઘટનામાં કથિત રીતે આઈએસએફ કર્મચારી અને સમર્થક ઘાયલ થયા છે. વધુ સુરક્ષા દળોને પણ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. તેમણે બૂથની સામે જમા થયેલી ભીડને હટાવવા માટે લાઠીચાર્જનો સહારો લીધો હતો.
હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ અને હમીરપુર લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર અનુરાગ ઠાકુરના પિતા પ્રેમ કુમાર ઘુમલે મતદાન પછી કહ્યું હું લોકોને અપીલ કરવા માંગું છું કે તેઓ પોતાના ઘરની બહાર જાય અને વોટ આપવાના અધિકારનો ઉપયોગ કરે. મને આશા છે કે અનુરાગ ઠાકુર પાંચમી વખત જીતશે અને હમીરપુર અને દેશના લોકોની સેવા કરશે.