:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ: નરેન્દ્ર મોદીને NDAના સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા, નાયડુ અને નીતીશની હાજરીમાં રાજનાથ સિંહે રજૂ કર્યો પ્રસ્તાવ

top-news
  • 07 Jun, 2024

લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળ્યા પછી હવે નવી સરકારની રચનાને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે. બીજેપીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની સાથે-સાથે કોંગ્રેસનું નેતૃત્વવાળું INDIA બ્લોક પણ સતત દિલ્હીમાં બેઠક કરી રહ્યું છે. આજે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. એમ કહેવાઈ રહ્યું છે કે 9 જૂને તેઓ વડાપ્રધાન પદના શપથ લેશે. નરેન્દ્ર મોદીને એક વખત ફરી એનડીએના સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે ત્રીજી વખત બહુમતી પ્રાપ્ત કરી છે. એનડીએ ગઠબંધને 292 સીટો જીતી છે. જોકે બીજેપી એકલી બહુમતીના આંકડા સુધી પહોંચવામાં આ વખતે નિષ્ફળ રહી છે અને તેણ 240 બેઠકો જીતીને જ સંતોષ માનવાનો વારો આવ્યો છે. 

એનડીએ સંસદીય દળની બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે એનડીએની આ બેઠક જૂના સંસદ ભવનમાં થઈ રહી છે. પીએમ મોદી મંચ પર હાલ ઉપસ્થિત છે. તેમની સાથે રાજનાથ સિંહ, અમિત શાહ, ચિરાગ પાસવાન, પવન કલ્યાણ, ચદ્રબાબુ નાયડુ અને જેપી નડ્ડુાની સાથે તમામ સાંસદ અને નેતા પણ હાજર છે. 

અનુપ્રિયા પટેલ, જીતનરામ માંજી, ચિરાગ પાસવાન, એકનાથ શિંદે, અજિત પવાર, નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, એચડી કુમારસ્વામી, પવન કલ્યાણ, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ સહિતના નેતાઓ હાલ મંચ પર હાજર છે. બેઠકમાં હાજર રહેવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, બિહારના સીએમ નીતીશ કુમાર, એનસીપી ચીફ અજિત પવાર, એલજેપી આરના ચીફ ચિરાગ પાસવાન સહિત ઘણા નેતાઓ હાલ સંસદ ભવન પહોંચ્યા છે.

લોક જનશક્તિ પાર્ટીના ચીફ ચિરાગ પાસવાને પોતાના સાંસદોની સાથે બેઠક કરી લીધી છે. તે પછી હવે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની બેઠક માટે સંસદ ભવન પહોંચી ચુક્યા છે. ચિરાગ તેમની સાથે એનડીએ માટેનું સમર્થન પત્ર પણ લઈને પહોંચ્યા છે. ટીડીપી સંસદીય દળની બેઠક પૂરી થઈ ગઈ છે અને હવે ટીડીપીના સાંસદ થોડીવારમાં સંસદ માટે રવાના થશે. જ્યાં તેઓ હાલ એનડીએની સંસદીય દળની બેઠકમાં સામેલ થયા છે.