:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ઉતાવળ ન કરો મને વિચારવા દો: વિરોધ પક્ષના નેતા બનવા રાહુલના નામ પર લાગી મોહર, તો કહ્યું- મને વિચારવાનો સમય તો આપો...

top-news
  • 08 Jun, 2024

લોકસભા ચૂંટણી 2024માં 99 સીટો જીતીને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની ભૂમિકાને મજબૂત કર્યા પછી કોંગ્રેસે શનિવારે પાર્ટીની કાર્યસમિતિની બેઠક બોલાવી છે. કોંગ્રેસમાં નિર્ણય લેનારી ટોચની સંસ્થા સીડબલ્યુસીની બેઠક નવી દિલ્હીના આશોકા હોટલમાં યોજાઈ હતી. જેમાં લોકસભા ચૂંટણીના પરિણામો અને ભવિષ્યની રણનીતીઓ પર મહત્વપૂર્ણ વિચાર-વિમર્શ થયા હતા. પાર્ટ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સિવાય પાર્ટીના ટોચના નેતા આ બેઠકમાં સામેલ થયા હતા.

બેઠક દરમિયાન રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાની સર્વાનુમતે માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. લોકસભામાં વિપક્ષના નેતા માટે તેમના નામનો પ્રસ્તાવ પસાર થયા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોને થોડો સમય આ અંગે વિચારવા કહ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમની શરૂઆતની ટિપ્પણીમાં કહ્યું, 'હું તમારું ધ્યાન એ હકીકત તરફ દોરવા માંગુ છું કે જ્યાં પણ ભારત જોડો યાત્રા ગઈ ત્યાં અમે કોંગ્રેસ પાર્ટીની વોટ ટકાવારી અને બેઠકોની સંખ્યામાં વધારો જોયો.'

સભા દરમિયાન પોતાના સંબોધનમાં તેમણે કહ્યું, 'મણિપુરમાં અમે બંને બેઠકો જીતી. અમે નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં પણ સીટો જીતી. અમે મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યા છીએ. દેશની લોકશાહી અને બંધારણને બચાવવા માટે તમામ ક્ષેત્રના લોકોએ કોંગ્રેસ પાર્ટીને ટેકો આપ્યો હતો. વધુમાં, અમે એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી મતદારોના વર્ચસ્વવાળી બેઠકો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અમારી બેઠકોમાં વધારો જોયો છે. આગળ વધીને આપણે શહેરી વિસ્તારોમાં પણ આપણી હાજરી સ્થાપિત કરવી પડશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પાર્ટી તેના પુનરુત્થાનની ઉજવણી કરી રહી છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ થોડો વિરામ લેવો જોઈએ કારણ કે કેટલાક રાજ્યોમાં અમે અમારી ક્ષમતાઓ અને અપેક્ષાઓ મુજબ પ્રદર્શન કર્યું નથી.

મલ્લિકાર્જુને વધુમાં જણાવ્યું હતું કે, 'અમે તે રાજ્યોમાં અમારા પ્રદર્શનને પુનરાવર્તિત કરી શક્યા નથી જ્યાં અમે અગાઉની વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું અને સરકાર બનાવી હતી... અમે ટૂંક સમયમાં આવા દરેક રાજ્ય વિશે અલગથી ચર્ચા કરીશું. આપણે તાત્કાલિક ઉપચારાત્મક પગલાં લેવા પડશે. આ એવા રાજ્યો છે જે પરંપરાગત રીતે કોંગ્રેસને સમર્થન આપે છે, જ્યાં આપણી પાસે તકો છે, જેનો ઉપયોગ આપણે આપણા પોતાના ફાયદા માટે નહીં પરંતુ આપણા લોકોના હિત માટે કરવાનો છે. હું બહુ જલ્દી આવા રાજ્યોની સમીક્ષા બેઠકનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂકું છું. જો હું ઈન્ડિયા એલાયન્સના ભાગીદારોની વાત નહીં કરું તો હું મારી ફરજમાં નિષ્ફળ જઈશ. ઈન્ડિયા બ્લોકના દરેક પક્ષે અલગ-અલગ રાજ્યોમાં પોતાની ભૂમિકા ભજવી, દરેક પક્ષે બીજાની જીતમાં ફાળો આપ્યો.

કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે CWCની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું, 'લોકસભા ચૂંટણી પર ચર્ચા કરવા માટે વિસ્તૃત CWC બેઠક યોજાઈ હતી, 37 માંથી 32 નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. કાયમી સભ્યો અને ખાસ સભ્યોએ પણ ભાગ લીધો હતો. અમે સાડા ત્રણ કલાક ચર્ચા કરી. અમે ચૂંટણી પ્રચાર અને અમારી ગેરંટી યોજનાઓની ચર્ચા કરી છે. ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આપણા માટે ઘણી સમસ્યાઓ ઉભી કરવામાં આવી હતી. અમે પહેલેથી જ કહ્યું હતું કે આ સંસદીય ચૂંટણી કેટલીક બાબતોમાં નવી હતી. અમે સમાન તકની માગણી કરી રહ્યા હતા, જે અમને ન મળી. તેઓએ અમારું કામ બંધ કરી દીધું, અમારા ખાતાઓ ફ્રીઝ કરી દીધા. તેઓ સીબીઆઈ અને ઈડી દ્વારા અમારા નેતાઓને બ્લેકમેલ કરતા હતા. કેટલાક નેતાઓ જાળમાં ફસાઈ ગયા. આટલા પડકારો છતાં અમે અદ્ભુત પ્રદર્શન કર્યું છે.