:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બાબા, આપ તો ઐસે ન થે.... દેશને તમારી પાસેથી આવી આશા નહોતી..

top-news
  • 15 Apr, 2024

યોગાચાર્ય બાબા રામદેવ કરતાં તેમની કંપની પતંજલિનું નામ સૌથી વધારે છે. અલબત આ કંપની તેમની જ બ્રાન્ડ છે, જે દેશી દવાઓનું વેચાણ કરે છે અને છેલ્લાં 10 વર્ષમાં  પતંજલિએ કરોડોનો નહીં પણ અબજોનો કારોબાર કર્યો છે. કારણમાં  એ છે કે તેઓ પોતે જ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. કોઇ બોલીવુડ યા અભિનેતા કે અભિનેત્રીને  બ્રાન્ડ એમ્બેસેડર તરીકે  મૂક્યા નથી.

જો કે તેમની પ્રોડકટનુ એટલુ વેચાણ વધ્યું કે વધતા વધતા તેઓએ પ્રચારમાં એલોપથીને નીચુ દેખાડતા મામલો સુપ્રિમ કોર્ટમાં ગયો અને કઇ મને હાથ લગાડી શકે તેમ નથી એવી શેખી મારનાર બાબાને સુપ્રિમમાં  બબ્બે વખત માથુ નીચુ રાખીને ઉભા રહેવુ પડ્યું અને હાલત એવી થઇ ગઇ છે કે કદાજ તેમને જેલ પણ થઇ શકે અથવા કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે....

મામલો એવો થયો કે તેમણે પ્રચાર માધ્યમોમાં એલોપથીની ઠેકડી ઉડાવી અને  એલોપથી ડોક્ટરોના સંગઠને કોર્ટમાં ફરિયાદ કરી.સુપ્રિમે બાબાને હાજર થવા કહ્યું પણ મેરા દોસ્ત હૈ ઉપરવાલા....માં રાચતા બાબાને છેવટે ન્યાયનો એવો દંડો પડ્યો કે નીચા મોઢે જજોની સામે ઉભા રહી કહેવુ પડ્યું કે  અમારી ભૂલ  થઇ ગઇ અમને માફ કરવામા આવે. પરંતુ કોર્ટે કહ્યું કે નહીં, માફી તો નહીં જ આપીએ પણ સજા ભોગવવાની તૈયારી રાખો....! 

બાબા રામદેવ ભગવાધારી છે અને યોગાનું શિક્ષણ આપવાની સાથે દેશી દવાઓનો વેપાર પણ કરે છે. તેમની  વેપારની પ્રગતિને 10 વર્ષમાં જે ગતિ મળી તેનાથી સૌ પરિચિત છે. તેમના દ્વારા દેશી ઉપચારથી કેન્સરની સાથે કોરોના વગેરે. મટાડવાનો દાવો અને એલોપથી સારવાર પધ્ધતિનો વિરોધ કરવામાં તેમનું શિર્ષાસન થઇ ગયું....અને હવે જો તેમને સજા થાય તો શું થશે....કેમ કે તેમનના લાખો અનુયાયીઓ છે અને રાજકીય રીતે સત્તાની સાથે જોડાયેલા હોવાથી તેમનેી સમે  કોર્ટ દ્વારા જે કાંઇ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેની અસર પડી શકે છે. સિવાય કે કોઇ એમ કહે કે એ તો તેમનો અંગત વ્યાપારિક મામલો છે અમારે તેની સાથે કાંઇ નિસ્બત નથી...

બાબા રામદેવે 2013-14માં જન આંદોલનમાં ભાગ લીધો હતો અને દિલ્હીના રામલીલી મેદાનમાંથી મહિલાના કપડાં પહેરીને નાસવાની ફરજ પડી હતી એ ઇતિહાસ કાંઇ  હરપ્પન સંસ્કૃતિ જેટલો પ્રાચીન નથી...! તેમણે એ વખતે પ્રચાર કર્યો હતો કે દેશમાં 2014ની ચૂંટણીમાં સરકાર બદલાશે તો પેટ્રોલ 35 રૂપિયે મળશે....કાલા ધન વાપસ આયેંગા....પણ એવુ કાંઇ થયું નથી અને થોડાક મહિના પહલા એક મિડિયાએ તેમને 35 રૂપિયાવાળી વાત યાદ અપાવી ત્યારે ક્રોધાસનમાં આવી ગયા હતા...

બાબાજી, કોર્ટમાં તમે માંગેલી માફી એ બાબતનો પુરાવો છે કે તમે દવાઓની અસરો અંગે દે દાવા કરતા હતા તે ભ્રામક હતા....બીજા શબ્દોમાં કહીએ તો સત્યથી વેગળા હતા અને તળપદી ભાષામાં કહીએ તો જુઠ્ઠા હતા...?! તો શું દેશ એમ માની લે કે તમે  અત્યાર સુધી પતંજલિની પ્રોડક્ટ્સ અંગે  પાના ભરી ભરીને જે દાવાઓ કર્યા તે સાવ જુઠ્ઠાણુ હતું..? તમારા ઉપર વિશાવસ રાખીને જેમણે એ દવાઓનો ઉપોયગ કર્યો તેમની સાથે શું ચિટીંગ થયું કહેવાય..? બાબા, કમ સે કમ તમારી પાસેથી  આવી આશા નહોતી....આપ ઐસે તો ન થે....શું સંગ તેવો રંગ...નું પરિણામ છે..?
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎