કર્ણાટક સેક્સ સ્કેન્ડલ મામલે મોટા સમાચાર: JDSનાં નેતા એચ ડી રેવન્નાને કોર્ટે આપી મોટી રાહત, યૌન શોષણનાં કેસમાં મળ્યા જામીન
- 20 May, 2024
કર્ણાટકનાં બહુચર્ચિત યૌન શોષણ મામલામાં સોમવારે એક સ્પેશિયલ કોર્ટે રાજ્યનાં પૂર્વ મંત્રી અને JDS નેતા એચડી રેવન્નાને જામીન આપ્યા છે. એચડી રેવન્ના અને તેમના સાંસદ પુત્ર પ્રજ્વલ રેવન્નાની વિરુદ્ધ ઘણી મહિલાઓએ યૌન શોષણનો કેસ નોંધાવ્યો છે. આ મામલાઓની તપાસ કરવામાં આવી રહી છે. હાલ પ્રજ્વલ રેવન્ના દેશની બહાર છે અને નોટીસ પાઠવવામાં આવ્યા છતાં દેશમાં પરત આવ્યા નથી.
આ પહેલા જેડીએસ નેતા અને ધારાસભ્ય એચ ડી રેવન્નાને સ્પેશિયલ કોર્ટે 13 મેના રોજ કિડનેપિંગના મામલામાં જામીન આપ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ જેલમાંથી બહાર આવી શક્યા નહોતા. તેમને 5 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.
પ્રજ્વલના પિતા અને જેડીએસ નેતા એચડી રેવન્નાની 4 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધ એક મહિલાના પુત્રએ કેસ નોંધાવ્યો હતો. મહિલાના પુત્રનો આરોપ હતો કે તેની માતા રેવન્નાના ઘરે કામ કરતી હતી. તે પછીથી તેની માતા અચાનક જ ગુમ થઈ ગઈ હતી. ઘટના પહેલા તેની માતાના યૌન શોષણનો એક વીડિયો મોકલવામાં આવ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ