:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

સેક્સ સ્કેન્ડલ મામલે કર્ણાટક સરકારની ખાસ વાત: પ્રજ્વલ રેવન્નાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવામાં આવે, વિદેશ મંત્રાલયને કર્ણાટક સરકારની રજૂઆત

top-news
  • 23 May, 2024

કર્ણાટકની સરકારે અધિકારિક રીતે વિદેશ મંત્રાલયને જનતા દળ સેક્યુલરના સાંસદ પ્રજ્વલ રેવન્નાનો ડેપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રજ્વલ કર્ણાટક સેક્સ સ્કેન્ડલ મામલાના આરોપી છે. રાજ્ય સરકારે કરેલી આ રજૂઆત પ્રજ્વલ રેવન્નાની વિરુદ્ધની કાર્યવાહીમાં વધારો થયો હોવાનું પ્રતિક છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ યૌન ઉત્પીડનના આરોપ લાગ્યા પછીથી પ્રજ્વલ રેવન્ના કથિત રીતે જર્મની ભાગી ગયો હતો. 

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ સીધો જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રેવન્નાની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોતાના પત્રમાં સિદ્ધારમૈયાએ એ બાબતને શરમજનક ગણાવી કે રેવન્નાનો આરોપ સામે આવ્યો હતો. તેમની સામે પ્રથમ ક્રિમિનલ કેસ નોંધાયો તે પહેલા રવન્નાએ દેશ છોડવા માટે પોતાના ડિપ્લોમેટિક પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. 

પ્રજ્વલ રેવન્ના પર યૌન શોષણના ઘણા આરોપો લાગ્યા છે. જોકે હેરાન કરનારી વાત એ છે કે રેવન્ના દ્નારા કથિત રીતે ઘણી મહિલાઓની સાથે ખરાબ વ્યવહાર કરવાના વીડિયો ગત મહિને જ વાઈરલ થવા લાગ્યા હતા. તે ખાસ કરીને તેમના જ મતવિસ્તારમાં વાઈરલ થવા લાગ્યા હતા. તે પછીથી કર્ણાટકની સરકારે આ મામલાની તપાસ કરવા માટે એક ખાસ કમિટીની રચના કરી હતી.

 

સાંસદ રેવન્નાની વિરુદ્ધ એક લુક આઉટ સર્ક્યુલર અને બ્લૂ કોર્નર નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે. સિદ્ધારમૈયાએ નરેન્દ્ર મોદીને મામલાને અત્યંત ગંભીરતાથી લેવા માટે કહ્યું હતું. આ સિવાય એ પણ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું હતું કે રેવન્નાને તેના કાર્યો બદલ જવાબદાર ઠેરવવામાં આવે. ઉલ્લેખનીય છે કે પ્રજ્વલ રેવન્નાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવાની રજૂઆત પર હાલ વિદેશ મંત્રાલય વિચાર કરી રહ્યું છે.
 
પ્રજ્વલ રેવન્નાએ વિદેશ મંત્રાલયની મંજૂરી વગર જ ડિપ્લોમેટિક પાસપોર્ટ પર મુસાફરી કરી છે. નિયમ મુજબ, ખાનગી મુસાફરી માટે ડિપ્લોમેટિક પાસપોર્ટનો ઉપયોગ કરવો હોય તો પણ પરવાનગી લેવાની હોય છે. 2 મેના રોજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે સાંસદ પ્રજ્વલ રેવન્નાની જર્મન મુસાફરી માટે વિદેશ મંત્રાલય પાસે કોઈ જ રાજકીય મંજૂરી માંગવામાં આવી નહોતી કે આપવામાં પણ આવી નહોતી. આ સિવાય કોઈ વિઝા નોટ પણ ઈસ્યુ કરવામાં આવી નહોતી.