:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

મનમોહન સિંહ મોડે મોડે બોલ્યા ખરા: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું- PM મોદીએ ઘણા ધૃણાસ્પદ ભાષણો આપ્યા; પંજાબ અને પંજાબીઓને કર્યા છે બદનામ

top-news
  • 30 May, 2024

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો.મનમોહન સિંહે લોકસભા ચૂંટણી 2024નાં અંતિમ તબક્કાના મતદાન પહેલા એક તરફ વોટરોને ખાસ અપીલ કરી છે તો બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી પર તેમની ભાષા અને નીતીઓને લઈને જોરદાર હુમલો પણ કર્યો છે. ગુરુવારે એક પત્ર દ્વારા મનમોહન સિંહે પંજાબના લોકોને ઘણી બીજી વાત પણ કહી છે. 

ડો.મનમોહન સિંહે કહ્યું મારા પ્યારા સાથી નાગરિકો, ભારત એક મહત્વપૂર્ણ મોડ પર ઉભો છે. છેલ્લા તબક્કાના મતદાનમાં આપણી પાસે લોકશાહી અને આપણા બંધારણને સુરક્ષિત રાખવાનો એક નિરકુંશ શાસનને ખત્મ કરવાની છેલ્લી તક છે. પંજાબ અને પંજાબ યોદ્ધા છે. આપણે આપણા બલિદાનની ભાવના માટે જાણીતા છે. 

પોતાના લેટરમાં મનમોહન સિંહે કહ્યું હું આ ચૂંટણી અભિયાન દરમિયાન રાજકીય ચર્ચાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છું. મોદીજીએ ઘણા ધૃણાસ્પદ ભાષણ આપ્યા છે. જે સંપૂર્ણ રીતે વિભાજન કારી છે. મોદીજી પહેલા એવા વડાપ્રધાન છે, જેમને પદની ગરિમા અને તેની સાથે જ વડાપ્રધાન પદની ગંભીરતાને ઓછી કરી છે. આ પહેલા કોઈ પણ વડાપ્રધાને કોઈ ખાસ વર્ગ કે વિપક્ષને નિશાન બનાવવા માટે આટલી ધૃણિત, અસંસદીય અને નિમ્ન સ્તરીય ભાષાનો ઉપયોગ કર્યો નથી. તેમણે મને લઈને ઘણા ખોટા નિવેદનો આપ્યા છે. મેં પોતાના જીવનમાં ક્યારેય કોઈ સમુદાયને બીજાથી અલગ કર્યો નથી. આ ભાજપનો વિશેષ અધિકાર અને આદત છે.

મનમોહન સિંહે આગળ લખ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે પંજાબ અને પંજાબિયતને બદનામ કરવામાં કોઈ જ કસર છોડી નથી. પંજાબના 750 ખેડૂતો શહીદ થયા છે. ખેડૂતો સતત મહીનાઓ સુધી દિલ્હીની સીમાઓ પર રાહ જોતા રહ્યાં. તેમની પર સરકારે હુમલાઓ કરાવડાવ્યા. ખેડૂતોને સંસદમાં આંદોલનજીવી અને પરજીવી કહેવામાં આવ્યા છે. 

મોદીજીએ 2022 સુધી આપણા ખેડૂતોની આવકને બેગણી કરવાનો વાયદો કર્યો હતો, જોકે 10 વર્ષમાં ખેડૂતોની આવક ઘટી છે. આપણા ખેડૂત પરિવારોની બચતને નષ્ટ કરવામાં આવી અને તેમને હાશિયામાં છોડવામાં આવ્યા. આ વખતે કોંગ્રેસ પાર્ટીનાં જાહેરનામામાં કિસાન ન્યાય અંતર્ગત 5 ગેરન્ટી છે. કોંગ્રેસે એમએસપીની કાયદાકીય ગેરન્ટી, કૃષિ માટે એક સ્થિર નિકાસ-આયાત નીતી, ઋણ માફી અને અન્ય ઘણી જાહેરાતો કરી છે.

મનમોહન સિંહે તેમના લેટરમાં મોદી સરકારની નીતીઓની  ટીકા કરી છે. તેમણે લખ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં  દેશની અર્થવ્યવસ્થામાં અકલ્પનીય ઉથલ-પાથલ જોવા મળી છે. નોટીબંધી, ખોટી રીતે જીએસટી લાગુ કરવો, કોરોનામાં લોકડાઉનના નિર્ણયે દયનીય સ્થિતિ ઉત્પન્ન કરી છે. ભાજપ સરકારના કાર્યકાળમાં સરેરાશ જીડીપી વિકાસ દર 6 ટકા ઓછો રહ્યો છે, જ્યારે કોંગ્રેસ-યુપીએના કાર્યકાળમાં તે લગભગ 8 ટકા હતો.