:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

સરકાર બનતા પહેલા જેડીયુંનું મોટું નિવેદન: અગ્નિવીર પર ફરીથી વિચાર કરવાની જરૂર, વન નેશન વન ઈલેક્શન પર અમે સાથે, યુનિફોર્મ સિવિલ કોડ પર આજે પણ અમારું વલણ એવું જ

top-news
  • 06 Jun, 2024

એનડીએની સહયોગી પાર્ટી જનતા દલ યુનાઈટેડે મોટું નિવેદન આપતા કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ પર અમારું વલણ આજે પણ એવુંને એવું જ છે. જેડીયુ મહાસચિવ અને પ્રવક્તા કેવી ત્યાગીએ કહ્યું કે અમે ત્યારે પણ કહ્યું હતું કે આ મામલા પર તમામ સ્ટેટ હોલ્ડરે સાથે મળીને ચાલવાની આવશ્યકતા છે. 

કેસી ત્યાગીએ કહ્યું કે અમે ત્યારે પણ કહ્યું હતું કે આ મામલા પર તમામ સ્ટેટ હોલ્ડરને સાથે લઈને તેમના વિચારોને સમજવાની જરૂર છે. UCC પર નીતીશ કુમારે વિધિ આયોગના અધ્યક્ષને લેટર લખ્યો હતો અને કહ્યું હતું કે અમે તેની વિરુદ્ધ નથી પરંતુ તેમાં વ્યાપક ચર્ચા-વિચારણની જરૂર છે.

અગ્નવીર યોજના પર પુનર્વિચાર કરવાની જરૂર છેઅગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરતાં કેસી ત્યાગીએ કહ્યું, 'અગ્નવીર યોજનાનો ઘણો વિરોધ થયો હતો અને તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી હતી. આ અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે. અગ્નવીર યોજનાને નવી રીતે વિચારવાની જરૂર છે. સેનામાં સુરક્ષાકર્મીઓ તૈનાત હતા અને જ્યારે પણ અગ્નિવીર યોજના આવી ત્યારે એક મોટા વર્ગમાં અસંતોષ જોવા મળ્યો હતો. હું માનું છું કે તેમના પરિવારના સભ્યોએ પણ ચૂંટણીમાં વિરોધ કર્યો હતો, તેથી આજે નવી રીતે ચર્ચા કરવાની જરૂર છે.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએવન નેશન, વન ઈલેક્શનનું સમર્થન કરતી વખતે કેસી ત્યાગીએ કહ્યું કે જ્યાં સુધી એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો સવાલ છે, અમે તેના સમર્થનમાં છીએ. કેસી ત્યાગીએ કહ્યું, 'અમે એનડીએના મજબૂત ભાગીદાર તરીકે ઉભરી આવ્યા છીએ. અમે અટબિહારીની એનડીએ સરકારમાં ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારીઓ સંભાળી છે. અમે ઘણા સમયથી માંગ કરી રહ્યા છીએ કે જો બિહારમાંથી હિજરત રોકવી હોય તો તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. વડાપ્રધાનનો વિશેષાધિકાર છે કે તેઓ કયું મંત્રાલય કોને આપશે. અમારી આવી કોઈ માંગ નથી.