:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

મોહન માઝી બનશે ઓડિશાના નવા મુખ્યમંત્રી: ભાજપના વિધાયક દળે 2 નાયબ મુખ્યમંત્રીના નામ પર પણ લગાવી મહોર

top-news
  • 11 Jun, 2024

ઓડિશાનાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે, તે બીજેપીએ નક્કી કરી દીધું છે. મોહન માઝીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. સીએમની નિમણૂંક માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવને પર્યવેક્ષ નિમવામાં આવ્યા હતા. પ્રભાતી પ્રવિદા અને કેવી સિંહને ઓડિશાનાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. 

મોહન ચરણ માજી ઓડિશાનાં 15માં મુખ્યમંત્રી ચૂંટાયા છે. તેઓ રાજ્યમાં પ્રથમ વખત બીજેપી સરકારનું નેતૃત્વ કરશે. તેઓ 2019માં ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ક્યોંઘર વિધાનસભાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે વર્ષ 2000થી 2009 દરમિયાન બે વખત ક્યોંઘરનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે ઓડિશાની વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપે 147 બેઠકોમાંથી 78 બેઠકો જીતી બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રીની પસંદગી કરવાની કવાયત શરૂ કરી દીધી હતી. રાજ્ય અને કેન્દ્રના ભાજપ નેતાઓએ નવા મુખ્યમંત્રીની ચર્ચા દિલ્હીમાં ચર્ચા-વિચારણાઓ શરૂ કરી દીધી હતી. જોકે એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે મુખ્યમંત્રીની રેસમાં ગુજરાત કેડરના આઈએએસ અધિકારીનું નામ સૌથી આગળ હતું. 

નવા મુખ્યમંત્રીના ઉમેદવારની રેસમાં પૂર્વ કેગ અને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂ અને તેમની સાથેના કેટલાક નવા ચૂંટાયેલા ધારાસભ્યોના નામોની ચર્ચાઓ પણ ચાલી હતી. મીડિયામાં તેમના નામની વ્યાપક ચર્ચાઓ ચાલી હતી. ગુજરાત કેડરના 1985 બેંચના આઈએસ અધિકારી મુર્મૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના હોવાનું કહેવાય છે.

 જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે બે કાર્યકાળ સંભાળ્યો હતો, ત્યારે ગિરીશ મુર્મૂએ સેક્રેટરી જનરલ તરીકે કામ કર્યું હતું. જ્યારે અમિત શાહ ગૃહમંત્રી હતા, ત્યારે તેઓ ગૃહ વિભાગના સંયુક્ત સચિવ હતા. ભાજપ આદિવાસીઓનું સમર્થન મેળવવા મુર્મૂને ઓડિશાના મુખ્યમંત્રી બનાવે તેવી ચર્ચાઓ હતી.

મુખ્યમંત્રી પદના દાવેદારોમાં અન્ય નેતાઓની વાત કરીએ તો તેમાં સંબલપુરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય જયનારાયણ મિશ્રા, ઓડિશા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પાટનાગઢના નવા ધારાસભ્ય કે.વી.સિંહ દેવ, બ્રજરાજનગરના નવા ધારાસભ્ય સુરેશ પુજારી અને કેંદુઝરથી નવા ધારાસભ્ય મોહમ માઝીનું નામ પણ ચર્ચામાં હતું.