:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બિલકિસ બાનો કેસ,રાજ્ય સરકાર સુપ્રીમ માં : રિવ્યુ પિટિશન દાખલ કરી

top-news
  • 14 Feb, 2024

ગુજરાત સરકારે બિલ્કીસ બાનો દોષિતોને જેલમાં પાછા મોકલવાના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. વાત જાણે એમ છે કે, ગુજરાત સરકારે આ કેસમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને નિર્ણયમાંથી ગુજરાત સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી કઠોર ટિપ્પણીઓને દૂર કરવાની માંગ કરી છે.

8 જાન્યુઆરીએ બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટે હત્યા અને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને તેમની મુક્તિના 17 મહિના પછી જેલમાં પાછા મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં ગુજરાત સરકારના દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના આદેશને રદ કર્યો હતો.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં ગુજરાત સરકાર સામે આકરી ટીપ્પણીઓ કરી હતી. રાજ્ય સરકારે તેમને હટાવવાની વિનંતી કરતી રિવ્યુ પિટિશન દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અદાલતે તેના નિર્ણયમાંથી 'બિલ્કીસ બાનો કેસમાં રાજ્યએ ગુનેગારો સાથે કામ કર્યું' જેવી સરકાર વિરોધી ટિપ્પણીઓને દૂર કરવી જોઈએ.

મહત્વનું છે કે, 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને જેલમાં પાછા મોકલવાનો આદેશ આપતાં ગુજરાત સરકારના અકાળે મુક્તિના આદેશને રદ કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે છે અને આરોપીઓ સાથે સાંઠગાંઠ કરે છે તેવી ટિપ્પણીઓ ખૂબ જ અયોગ્ય છે. કોર્ટે કરેલી આ ટિપ્પણીઓને કારણે રાજ્ય સરકારની છબીને ઘણું નુકસાન થયું છે. નોંધનિય છે કે, મે 2022માં સુપ્રીમ કોર્ટના આદેશના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટે ખુદ ગુજરાત સરકારને 2022માં મુક્તિ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. 2022ના નિર્ણયને કારણે જ 1992ના મુક્તિ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે અરજીમાં જણાવ્યું છે કે,ગુજરાત રાજ્ય પ્રતિવાદી નંબર-ત્રણ સાથે મિલીભગતથી કામ કરે છે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલ અવલોકન સંપૂર્ણપણે ગેરવાજબી છે.

8 જાન્યુઆરીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા 11 લોકોને આપવામાં આવેલી પ્રતિરક્ષા રદ કરી હતી અને આદેશ આપ્યો હતો કે તેઓને બે અઠવાડિયામાં પાછા જેલમાં મોકલવામાં આવે.

2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો સમયે બિલ્કીસ બાનો 21 વર્ષની હતી. તે ગર્ભવતી પણ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ તેના પર બળાત્કાર કર્યો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરી હતી. આ કેસમાં તમામ 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા ઇમ્યુનિટી આપવામાં આવી હતી અને 15 ઓગસ્ટ, 2022ના રોજ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

8 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે હાઈ-પ્રોફાઈલ કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી પ્રતિરક્ષા રદ કરી હતી, જ્યારે રાજ્યને એક આરોપી સાથેની મિલીભગત અને તેના વિવેકબુદ્ધિનો દુરુપયોગ કરવા બદલ ઠપકો આપ્યો હતો. કોર્ટે 2022 માં સ્વતંત્રતા દિવસ પર અકાળે મુક્ત થયેલા દોષિતોને જેલમાં પાછા ફરવાનો આદેશ આપ્યો હતો.બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસના 11 દોષિતોમાં બકાભાઈ વહોનિયા, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વહોનિયા, ગોવિંદ નાઈ, જસવંત નાઈ, મિતેશ ભટ્ટ, પ્રદીપ મોરઠીયા, રાધેશ્યામ શાહ, રાજુભાઈ સોની, રમેશ ચંદના અને શૈલેષ ભટ્ટનો સમાવેશ થાય છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎