:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બિકાનેર-અકસ્માતમાં પાંચ ગુજરાતીના મોત: ટ્રક અને ટાવેરા કાર વચ્ચે જોરદાર ટક્કર

top-news
  • 16 Feb, 2024

દેશમાં માર્ગ અકસ્માતની ઘટના રોકાતીજ નથી. રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માત થાય જ છે,એમાં આજે રાજસ્થાનના બિકાનેર નજીક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચેય સભ્યોના મોત નિપજ્યાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક અને ટાવેરા કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ભયાનક અકસ્માતની ઘટના બની છે. હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી રહી છે.

સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચ લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટના એટલી ભીષણ હતી કે કારનો બુકડો બોલી ગયો હતો. મૃતકોમાં બે મહિલા, બે પુરૂષ અને એક છોકરી હોવાનું કહેવાય છે. હાલ પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎