:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પ્રજાભિમુખ વહીવટ માટે સતત પ્રયત્નશીલ : ગાંધીનગર જિલ્લા કલેકટર લોક ફરિયાદના નિવારણને પ્રાધાન્ય આપવા અનુરોધ

top-news
  • 17 Feb, 2024

ગાંધીનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર એમ. કે. દવેના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના અધિકારીઓને સંબોધતા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રશાસનમાં સેવારત અધિકારી-કર્મચારીઓએ પ્રજાભિમુખ વહીવટ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ખાસ કરીને લોક ફરિયાદના નિવારણને પ્રાધાન્ય આપવા તેમણે અનુરોધ પણ કર્યો હતો.

આ બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીના પેન્શન કેસમાં વિલંબ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત ખાતાકીય વસૂલાત, તાબાની કચેરીઓની તપાસ, લોક ફરિયાદનું નિવારણ, માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત ઝડપી કાર્યવાહી કરવી તેમજ સાંસદ અને ધારાસભ્યઓની રજૂઆતો સંદર્ભે વિચાર વિમર્શ કરાયો હતો.

આ ઉપરાંત નાગરિક પુરવઠાની બેઠકમાં જિલ્લા કલેક્ટરએ નેશનલ ફૂડ સિક્યુરિટી, તેમજ આવશ્યક ચીજ વસ્તુઓ અને ફૂડ સેફટી સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરતમંદ લોકોને પોષણયુક્ત આહાર સમયસર ઉપલબ્ધ થાય તે માટે ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ. કે. મોદી, નિવાસી અધિક કલેકટર ડી.કે બ્રહ્મભટ્ટ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎