:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ખેડાની તમામ અરજીઓ મંજૂર: વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી ભીખુસિંહ પરમાર

top-news
  • 26 Feb, 2024

વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્ય મંત્રી  ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં ૬૨૧૫ અરજીઓ મળી હતી જેમાંથી ૬૧૯૮ અરજીઓ મંજૂર કરી હતી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને છેલ્લાં એક વર્ષમાં રૂ. ૭૪૩.૭૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે.જ્યારે ખેડા જિલ્લામાં વર્ષ-૨૦૨૩માં આ યોજના હેઠળ કુલ ૪૨ અરજીઓ આવી છે. તે પૈકી ૧૦૦ ટકા અરજીઓ એટલે કે તમામ ૪૨ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તે પેટે કુલ રૂ. ૨૧ લાખની સહાય ચુકવવામાં આવી છે.

કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૦૫૯ અરજીઓ મંજૂર કરી રૂ.૧૨૬.૬૦ લાખની સહાય ચૂકવાઇ છે જ્યારે માળિયા અને કેશોદ તાલુકામાં અનુક્રમે ૯૮૭ અને ૯૧૩ અરજીઓ મંજૂર કરાઇ છે જેમાં રૂ. ૧૧૮.૪૪ લાખ તથા રૂ. ૧૦૯.૩૨ લાખની સહાય ચૂકવાઇ છે તેમ મંત્રીએ પુરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

વિધાનસભા ગૃહમાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે,નિરાધાર વૃધ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૧,૯૮૫ લાભાર્થીઓને રૂપિયા ૧૧૯૦.૭૭ લાખની સહાય ચુકવવામાં આવી છે.

નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી બે વર્ષમાં ૪૫,૯૮૯ અરજીઓ મંજૂર કરાઇ
રાજ્યની નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેમ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન અમદાવાદ શહેરમાં કુલ ૩૦,૭૬૧ તેમજ અમદાવાદ જિલ્લામાં કુલ ૧૫,૩૪૩ મળી કુલ ૪૬,૧૦૪ અરજીઓ મળી હતી. જે પૈકી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી કુલ ૪૫,૯૮૯ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે જરૂરી દસ્તાવેજ-પુરાવાના અભાવે બાકીની ૧૧૫ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎