:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રિવરફ્રન્ટ પર ‘ફૂડ ફોર થૉટ ફેસ્ટ’નું આયોજન : ‘લક્ઝરી સ્વાદ’ અને ‘પ્રાદેશિક સ્વાદ’ એમ બે થીમ પર ફૂડકોર્ટ

top-news
  • 29 Feb, 2024

સ્વાદના રસિયા માટે ખુશ ખબર .. અમદાવાદીઓ ખાણી-પીણી માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. અમદવાદીઓના શોખને ધ્યાનમાં લઈને હવે પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 8 થી 10મી માર્ચ સુધી સાબરમતી રિવરફ્રન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે .જેમાં ‘લક્ઝરી સ્વાદ’ અને ‘પ્રાદેશિક સ્વાદ’ એમ બે થીમ પર ફૂડકોર્ટ હશે. કોફી લવર્સ માટે અલગ કોફી કોર્ટ પણ બનાવવામાં આવશે.

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ, પુસ્તક મેળો, ફ્લાવર શો બાદ હવે ફૂડ ફેસ્ટિવલનુ પણ આયોજન અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ‘ફૂડ ફોર થૉટ ફેસ્ટ’ ઉજવવામાં આવશે. સંપૂર્ણ શાકાહારી સ્વરુપમાં 8 થી 10 માર્ચ સુધી ત્રણ દિવસીય ફૂડ ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે.

બે લાખ ચોરસ ફૂટમાં યોજાનાર ફેસ્ટિવલમાં વાર્તાલાપ, કુકીંગ સ્કીલ અને વિચારોના આદાનપ્રદાન અને દક્ષિણ એશિયાના વિવિધ કુકીંગ વારસાની ઉજવણી થશે. જેમાં કેટલીક મોટી હસ્તીઓ અને નિષ્ણાતો, માસ્ટર શેફ સાથેની વાનગીઓની શોધ સાથે સમગ્ર પરિવાર માટે અનુભવો દર્શાવતા ઇન્ફોટેનમેન્ટથી ભરપૂર રહેશે.

ફૂડ ફેસ્ટિવલમાં જાણીતા શેફ અને નિષ્ણાતો લાઈવ ડેમો અને આહાર અંગે સમજણ આપતા કાર્યક્રમો પણ યોજાશે. જેમાં લંડનની નેટફિલેક્સ સ્ટાર શેફ અસ્મા ખાન, બાંગ્લાદેશ ટીવી સ્ટાર શેફ નાહિદ ઉસ્માન, આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલી લેખક અને ખાદ્ય વિવેચક રશ્મિ ઉદય સિંહ, લિજેન્ડરી શેફ મનજીત ગિલ, શેફ સુવીર સરન, સેલિબ્રિટી શેફ અનાહિતા ઘોડી, નેપાળના રોહિણી રાણા. પદ્મશ્રી ડૉ. પુષ્યેશ પંત, સુપર મોડલ લક્ષ્મી રાણા, ફેશન ડિઝાઇનર નિખિલ મેહરા, પત્રકાર પૂજા તલવાર, નવાબ કાઝિમ અલી ખાન રામપુર, મહારાણી રાધિકા રાજે ગાયકવાડ બરોડાના કેટલાક નામ પણ સામેલ છે.

દક્ષિણ એશિયાના દેશોના પ્રાદેશિક ભોજન અને લક્સ્ઝરી ભોજન માટેની બે અલગ અલગ થીમ નક્કી કરવામાં આવી છે. તો મુલાકાતીને જીવંત કોફી પ્લાન્ટ, લણણી કરેલ લીલી કોફી બીન્સ, શેકવાની પ્રક્રિયા, અરેબિકા અને રોબસ્ટાની જાતો વચ્ચેનો તફાવત અને છેલ્લે તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ માણવાથી લઈને કોફીની મુસાફરીનો અનુભવ થાય એ માટે કોફી પેવેલિયન પણ હશે.

ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અલગ-અલગ પેવેલિયન બનાવવામાં આવશે. જેમાં અલગ અલગ પ્રકારના ભોજન મળશે. જનરલ એન્ટ્રી ફી 50 રૂપિયા જ્યારે સ્પેશિયલ પેવેલીયનની એન્ટ્રી ફી 1500 થી 3000 હશે. જેમાં જમવાનું પણ આવી જશે. ત્રણ પેવેલિયનની વાત કરવામાં આવે તો બાલાસિનોર, ગોંડલ, ઢેંકનાલ, લીંબડી, ગ્વાલિયર જેવા રાજવી પરિવારોના વંશજો દ્વારા પ્રસ્તુત ‘કિચન ઓફ ધ કિંગ્સ’ના સહયોગમાં શાહી પરિવારોની વાનગીઓનું પ્રદર્શન હશે.

એક વેલનેસ પેવેલિયન કે જે સેલિબ્રિટી શેફ ગીતમ મેહર્ષિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.જે આધુનિક ભારતીય ભોજન પીરસશે, જે આયુર્વેદ દ્વારા નિર્ધારિત ત્રણ પ્રકારના શરીરના આધારે બનાવવામાં આવશે.

એક આધ્યાત્મિક મંડપ કે જે ભારતમાંથી બે આદરણીય મંદિરોમાં BHOG તરીકે ઓફર કરવામાં આવતા ભોજન પીરસશે, પુરીમાં આવેલ જગન્નાથ મંદિર અને વૃંદાવનમાં રાધા રમણ મંદિર કે જેમાં રાસ લીલા અને કીર્તનીયાઓના આત્માપૂર્ણ જીવંત પ્રદર્શન સાથે હશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎