:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અનંત અંબાણીએ પ્રાણીઓના પુનર્વસનને સમર્પિત પ્રોજેક્ટ 'વનતારા' લોન્ચ કર્યો : મનોરંજન નહીં, શિક્ષણ -સેવામાં રસ ધરાવતા લોકો માટે વાઈલ્ડલાઈફ જંગલ સફારી..

top-news
  • 01 Mar, 2024

જાણીતા ઉદ્યોગપતિ અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં યોજાઇ રહી છે. 1 માર્ચથી 3 માર્ચ 2024 સુધી જામનગરમાં જ આ ઉજવણી થવાની છે. જેમાં દેશ વિદેશના જાણીતા મહેમાનો પણ હાજરી આપવાના છે. દુનિયાનું સૌથી મોટુ ઝૂ પણ જામનગરમાં જ આવેલુ છે, ત્યારે સૌ કોઇના મનમાં પ્રશ્ન છે કે શું આ મહેમાનો માટે દુનિયાના સૌથી મોટા ઝૂને જોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે?

તાજેતરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ પ્રાણીઓના પુનર્વસનને સમર્પિત પ્રોજેક્ટ 'વનતારા' લોન્ચ કર્યો. રિલાયન્સના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સના ગ્રીન બેલ્ટમાં વનતારા માટે 3,000 એકર જગ્યા આપવામાં આવી છે. આ વિસ્તારને લીલાછમ જંગલ જેવો વિકસાવવામાં આવ્યો છે. વનતારા પ્રાણીઓને સમર્પિત દેશમાં તેના પ્રકારનો પ્રથમ કાર્યક્રમ છે. આ વિસ્તારને દુનિયાનું સૌથી મોટુ પ્રાઇવેટ ઝૂ પણ માનવામાં આવે છે.

આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 200 હાથીઓ સહિત હજારો પ્રાણીઓને બચાવવામાં આવ્યા છે. તેમાં તમામ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપોનો સમાવેશ થાય છે. ગેંડા, ચિત્તો અને મગર સહિત અનેક પ્રજાતિઓનું પુનર્વસન પણ કરવામાં આવ્યું છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઉપેક્ષિત પ્રાણીઓને અહીં લાવવામાં આવ્યા છે અને તેમની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.

અનંત અંબાણીએ જણાવ્યુ હતુ કે, અનંત અંબાણીએ સ્પષ્ટતા કરી છે કે જામનગરમાં તેમના લગ્ન પહેલાના તહેવારોમાં હાજરી આપનારા મહેમાનો માટે કોઈ વાઈલ્ડલાઈફ જંગલ સફારી નહીં હોય. અનંતે ભારપૂર્વક જણાવ્યું હતું કે સફારી સંપૂર્ણપણે શૈક્ષણિક અને સેવાના હેતુઓ માટે છે, જેમાં મનોરંજન માટે કોઈ વન્યપ્રાણીઓનો સંપર્ક કરવામાં આવતો નથી.

અનંત અંબાણીએ જણાવ્યું હતું કે "લગ્ન પૂર્વેના તહેવારો માટે આવતા મહેમાનો માટે કોઈ વાઈલ્ડલાઈફ જંગલ સફારી નથી. સફારી માત્ર શૈક્ષણિક હેતુઓ માટે છે, મનોરંજન માટે નહીં. શિક્ષણ અને સેવામાં રસ ધરાવતા લોકોનું તેમાં જોડાવા માટે સ્વાગત છે." 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎