વિરમગામ-બહુચરાજી-શંખેશ્વર બાયપાસ રોડ ભીષણ આગ ભંગારના ગોડાઉનમાં આગ પ્રસરવાને લઈ ગોટે ગોટા આકાશમાં છવાયા
- 08 Mar, 2024
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વિરમગામ-બહુચરાજી-શંખેશ્વર બાયપાસ રોડ પર ભંગારના ગોડાઉમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતા વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી છે. સાથે પાણીના ટેન્કરોની મદદ લેવામાં આવી રહી છે.
અમદાવાદના વિરમગામ બાયપાસ રોડ પર આગની ઘટના નોંધાઈ છે. ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ પ્રસરવાને લઈ ગોટે ગોટા આકાશમાં છવાઇ ગયા . અને તેને સ્થાનિકોએ કાબૂમાં રાખવી મુશ્કેલ હતુ. ફાયરની ટીમો પહોંચે એ પહેલા જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ. વિકરાળને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમો સ્થળ પર પહોંચી છે અને પાણીનો મારો શરુ કરીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે. પરંતુ આગ લાગવાનું સ્પષ્ટ કારણ સામે આવી શક્યુ નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ