:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

રમકડાના વેપારી પર ભારતીય માનક બ્યુરોના દરોડા લાયસન્સ લીધા વગર રમકડાં વેચવાનો આરોપ

top-news
  • 28 Mar, 2024

ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાં વેચતા વેપારી ટોય સ્ટેશન, તારાનોમ બી, બેઝમેન્ટ 479 નીલકંઠ મહાદેવ સ્ટ્રીટ, નાનપુરા, સુરત – 395001 તારીખ 28.03.2024 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાંનું વેચાણ તેમની દુકાન માં કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી વધારે માત્રા માં  ISI માર્ક વગરના રમકડાં મળી આવ્યા હતા અને જપ્ત કરી લીધા.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020ના ઓર્ડર નંબર 11(4)/9/2017-CI મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ ૨૦૧૬ ના અનુચ્છેદ ૧૭ ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા ૱ ૨,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી  અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરો ના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ,  ભારતીય માનક બ્યૂરો,  સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ,  દૂરસંચાર ભવન, કરીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001  (ફોન નં. 0261 – 29900712991171, 2992271, 2990690) પર લખી શકે છે. ફરિયાદ ને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎