અંબાલાલની આગાહી ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા : એપ્રિલમાં વાદળછાયુ વાતાવરણ બાદ તાપમાનમાં વધારો ..
- 03 Apr, 2024
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઇને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહેવાની તો કેટલીક જગ્યાએ માવઠું થવાની આગાહી કરી છે. તો 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ જણાવી છે.
હવામાન નિષ્ણાંતની આગાહી અનુસાર ગુજરાતમાં 7 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે, તો 9 એપ્રિલ બાદ તાપમાનમાં વધારો થવાની પણ તેમણે આગાહી કરી છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે 12થી 18 એપ્રિલ દરમિયાન માવઠુ થવાની સંભાવના વ્યક્ત કરી છે. પૂર્વ ગુજરાત અને સાબરકાંઠામાં માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ