:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ડિપ્લોમા ઇજનેરીની પ્રવેશ પ્રક્રિયાનો આજથી શુભારંભ 15 મે સુધી ચાલશે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

top-news
  • 15 Apr, 2024

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો. 10 ની પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઈ  છે. અને ગુજરાત  બોર્ડ દ્વારા ધો. 10 નું પરિણામ પણ એપ્રિલ મહિનાના અંત સુધીમાં જાહેર કરી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેથી ધો.10 ના રિઝલ્ટ બાદ ડિપ્લોમાં ઈજનેરીમાં પ્રવેશ મેળવવા દર વર્ષે  વિદ્યાર્થીઓનો ઘસારો થતો હોય છે. તેથી આ વર્ષે રિઝલ્ટ પહેલાજ પ્રવેશ માટેની પ્રક્રિયા એસીપીડીઇ દ્વારા હાથ ધરવામાં આવી છે. 

ડિપ્લોમાં ઈજનેરીની બેઠકો પર વર્ષ 2024-25 માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. અગાઉનાં વર્ષોમાં ધો. 10 માં પાસ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કાર્યવાહીમાં ભાગ લઈ શકશે. આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા. 15 મે સુધી ચાલશે. પરંતું વિદ્યાર્થીઓ સી ટુ ડી માટે 30 એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. 250 ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનું રહેશે.

વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. 250 ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનું રહેશે. તેમજ કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળતાથી સમજાય તે માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સરળ સમજૂતી https://acpde.gujarat.gov.in પર વિવિધ માહિતી, માર્ગદર્શિકા, વીડિયો લિન્ક પણ મૂકવામાં આવી છે. જેનાં આધારે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી માર્ગદર્શન મેળવી શકશે. તેમજ ધો. 10 પછીનાં ડિપ્લામાં મેરિટ કઈ રીતે તૈયાર થશે તેની વાત કરીએ તો દર વર્ષે ધો. 10 માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયની કુલ 300 માર્કસની પરીક્ષામાંથી મેળવેલા માર્કસનાં આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે. તેમડ સીટુડીમાં આઈટીઆઈ, ટીઈબીની પરીક્ષામાં અંતિમ વર્ષમાં ટ્રેડ થિયરી, વર્કશોપ કેલક્યુલેશન સાયન્સમાં મેળવેલા માર્ક્સનાં આધારે ઓવરઓલ મેટિર તૈયાર કરવામાં આવશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎