:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વિરોધની ઐસી તૈસી કરીને રૂપાલા ભરશે ફોર્મ : રાજકોટમાં રેલી યોજીને કરશે શક્તિ પ્રદર્શન

top-news
  • 16 Apr, 2024

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા આજે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. આ રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે શકતી પ્રદર્શન કર્યું. ત્યારાબાદ રૂપાલા જંગી સભાને સંબોધશે. પરસોતમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત છે. 12.39 ટકોરે વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે.

રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આજે પુરુષોતમ રૂપાલા ચૂંટણી ફોર્મ ભરવાના છે. જંગી સભા સંબોધવાના છે. સૌપ્રથમ તેઓ આજે એટલે કે, 16મી એપ્રિલે સવારે 9 વાગ્યે શહેરના યાજ્ઞિક રોડ ઉપરના જાગનાથ મંદિરે મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યું. જે બાદ તેઓ રેલી મારફત બહુમાળી ભવન ચોક જવા રવાના થયા છે. રાજકોટમાં બહુમાળી ભવન ચોક ખાતે સવારે 10:30 વાગ્યાની આસપાસ જંગી સભાને સંબોધન કર્યું હતું , જે બાદ તેઓ બપોરે 12.39 મિનિટે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે જશે. રૂપાલાના ડમી ઉમેદવાર તરીકે લોકસભાના પૂર્વ સાંસદ કુંડારિયા છે. જોકે, રૂપાલાની આજની સભાને લઈને બહુમાળી ભવન ચોક ખાતે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.

વધુમાં જણાવી દઈએ કે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. તેની સાથેજ રાજકીય પક્ષો ચુંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. દરેક પક્ષે પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે, તેની સાથે ઉમેદવારો પ્રચાર માટે સભાઓ પણ ગજવવા લાગ્યા છે. આમ દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. આમ  તેની સાથે ચુંટણીમાં જીત મેળવવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી 2024 ને લઈ ચૂંટણી પંચ દ્વારા તા. 12.04.2024 નાં રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લા તારીખ 19.4.2024 ઘોષિત કરવામાં આવી છે, ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 20.4.2024 છે. તેમજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ તા. 22.4.2024 છે. જ્યારે ગુજરાતમાં મતદાન. 7.5.2024 રોજ યોજાનાર છે, અને મતગણતરી 4.6.2024 રોજ થશે . 

એવાં પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ તેમજ કોંગ્રેસનાં ઉમેદવારો દ્વારા આજથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ઉમેદવારોએ કાઢેલા વિજય મુર્હતમાં તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે. એવામાં ચુંટણી પ્રચાર કરતી વેળાએ આપેલ વિવાદિત નિવેદનને પગલે ચર્ચામાં આવેલા રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા પણ આજે પોતાનું ફોર્મ ભરવા જઈ રહયા છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎