પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર: પ્રાઇમરી શાળાના બાળકોને 35 દિવસની રજા ..
- 17 Apr, 2024
ઉનાળાના આગમનની સાથે જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ભૂલકાઓ વેકેશનની રાહ જોવા લાગે છે. તપતી ગરમીમાં શાળાએ આવવું તેમના માટે આકરું થઈ જતું હોય છે. તેથી તેઓ આતુરતાથી રજાઓની રાહ જોતાં હોય છે. એવામાં આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ઉનાળાના આગમન સાથે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાના તારીખોની ઘોષણા કરી છે.
મળતી માહિતી મુજબ રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈને આવેલી મહત્વની અપડેટ પ્રમાણે 6 મેથી 9 જૂન સુધી શાળાઓમાં વેકેશન રહેશે. આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે. પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે.
તે રજાઓને લઈ બાળકોમાં પણ ઉત્સૂકતાઓ હોય છે ત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને 220 દિવસમાં અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા સૂચના આપતી હોય છે. જે અનુલક્ષીને પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે.પ્રાથમિક શાળાઓમાં 10 જૂનથી નવું સત્ર શરૂ થશે.
જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આપશે તે અંગેની કોઈ તારીખ જાહેર કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળામાં 35 દિવસનું ઉનાળું વેકેશન અપાયું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ