:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પાલનપુર-ડીસા હાઈવે પરની પેપર મિલમાં દુર્ઘટના : 3ના મોત ગેસ ગળતરના લીધે કૂવામાં કામ કરતા બન્યો અકસ્માત ....

top-news
  • 24 Apr, 2024

 ગઈકાલે બનેલી એક દુર્ઘટનામાં બનાસકાંઠાનાં પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ પેપર મિલમાં અકસ્માતની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ પેપર  મિલ પેપર પલાળવા માટે મૂક્યા હતા. આ પેપર કુંડીઓમાં પલાળવા મૂક્યા હતા. પરંતુ આ વાતને એક અઠવાડિયા જેટલો સમય વિત્યો હોવાથી કુંડીમાં ગેસનું ભારણ વધી ગયુ. અને છેલ્લા એક સપ્તાહથી બંધ કુંડીઓમાં ગેસ એકઠો થયો હતો. 

પરિણામે જ્યારે મંગળવાર રાત્રે શ્રમિકો કુંડીમાં ઉતર્યા હતા.  ત્યારે કુંડીમાં  એકઠા થયેલ ગેસનાં કારણે શ્રમિકને ગુંગળામણ થવા પામી હતી.ગુંગળામણને કારણે કેટલાક મજૂરો બેભાન થઈ ગયા.બેભાન થઈ ગયેલ મજૂરોને તાત્કાલીક 108 બોલવીને સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા  હતા. જ્યાં સારવાર દરમ્યાન ત્રણ મજૂરોનાં મોત નિપજ્યા હતા. 

મળતી માહિતી મુજબ બનાસકાંઠાનાં પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ મહેશ્વરી પેપર મિલમાં અંદરની સાઈડમાં પર 4 અલગ-અલગ કુંડી આવેલી છે. મિલના   આસી.મેનેજરએ સફાઈ માટે યુવકને ત્યાં મોકલ્યો હતો. જે અંદર જતાં જ બેહોશ થઈ ગયો હતો. ઘણા સમય સુધી તે બહાર ન આવતા બીજા 2ને પણ સ્ટાફે તેમને જોવા માટે અંદર  મોકલ્યા હતા. આમ  કૂંડી સાફ કરવા ઉતરેલા 5 મજૂરોમાંથી ત્રણ મજૂરોને ગૂંગળામણનાં કારણે ત્યાં બેભાન થઈ ગયા હતા.

મજૂરો બેભાન થઈ ગયાની જાણ મિલનાં કામદારોને થતા તેઓ તાત્કાલીક ફાયર ફાઈટર વિભાગને આ બાબતે જાણ કરતા ફાયર ફાઈટરનાં કર્મચારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે આવી પહોંચી શ્રમિકોનો બહાર કાઢી તેઓને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબ દ્વારા ત્રણ શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બે મજૂરોને પણ તાત્કાલીક સારવાર અર્થે ખસેડાતા તેઓ હાલ સારવાર હેઠળ છે.

આ સમગ્ર ઘટનાં બાબબતે પેપર મિલનાં ડિરેક્ટર જય પ્રકાશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, પેપર મિલમાં ગુંગળામણનાં કારણે મોત નિપજ્યાની જાણ થતા હું તાત્કાલીક મિલ ખાતે આવી પહોંચ્યો હતો. તેમજ અમારી પાસે ઓક્સિજન ટેન્ક હતી. જે લઈને શ્રમિકો નીચે ઉતર્યા હતા. પરંતું શ્રમિકોને તે ટેન્ક ચાલુ કરતા ન આવડતા ઉપયોગ કરી શક્યા ન હતા.જેને કારણે આ દુર્ઘટના બની હતી. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎