:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વિદ્યાર્થીઓની આતુરતાનો અંત : 29 એપ્રિલની આસપાસ પરીક્ષાનું પરિણામ...

top-news
  • 24 Apr, 2024

માર્ચ મહિનામાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને  12ની પરીક્ષા ના પરિણામો ટુંક સમયમાં જાહેર કરાશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી ચાલતી વાતોનો અને  વિદ્યાર્થીઓની  પોતાના પરિણામની આતુરતાનો અંત આવવાની સંભાવનાઓ જણાઈ રહી છે. સામાન્ય રીતે ગુજરાત બોર્ડની પરીક્ષાઓનું  પરિણામ મે મહિનામાં આવે છે . પરંતુ  આ વખતે લોકસભા ચૂંટણી 2024ના કારણે આ વર્ષે ગુજરાત બોર્ડનું પરિણામ એપ્રિલ એટલે કે ચાલુ મહિનામાં જ આવી જશે. જે અંગે ગુજરાત બોર્ડ દ્વારા  મહત્વનું અપડેટ્સ સામે આવ્યું છે.

વિશ્વાસુ સુત્રોના જણાવ્યા પ્રમાણે 29 એપ્રિલની આસપાસ ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી શકે છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પોતાના પરિણામની રાહ જોઈને બેઠેલા ગુજરાત બોર્ડના લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત ટુંક સમયમાં  આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલી હતી. પરીક્ષા પૂરી થયા બાદ કોપી ચેકિંગની કામગીરી પુર્ણ થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પેપર તપાસના પૂર્ણ થઈ ગયા હોવાથી હવે પરિણામ બનાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. જેના પગલે એપ્રિલના અંત સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતાઓ સૂત્રો સેવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા છે. આમ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ મળીને કુલ 14 લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ મહિનાના અંતમાં ગુજરાત બોર્ડ પરિણામ જાહેરત થતાં આ લાખો વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવશે. પરિણામ જાહેર થયા પછી પરિણામની લિંક સક્રિય થઈ જશે. જે પછી વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને તેમનું પરિણામ ચકાસી શકે છે.

ગુજરાત બોર્ડનું પરિણામ 2024 જોવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (bseb.org) ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. દરમિયાન વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી રહી છે  કે નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની સૂચનાઓની સમયાંતરે ચકસતા રહે .

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎