:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઉનાળામાં વરસાદી માહોલ ..!! વાતાવરણમાં આવ્યો અચાનક પલટો ..

top-news
  • 26 Apr, 2024

ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદ શરૂ થયો છે. કાળઝાળ ગર્મીની વચ્ચે આજ સવારથીજ ગુજરાતનાં વાતાવરણમાં એકાએક ફેરફારો થયા , ભયંકર ગરમીની આગાહી વચ્ચે વહેલી સવારથીજ વરસાદી માહોલ જામ્યો છે. આ પલટાયેલા વાતાવરણને કારણે ધરતીપુત્રોમાં ઉનાળુ પાકો તથા કેરીનાં પાકને લઇને ચિંતા જોવા મળી હતી. જ્યારે શહેરીજનમાં થોડી આનંદની લાગણી દેખાઈ રહી છે. હાશ ..!!! ગરમીથી થોડી તો રાહત થઈ ???

જેમાં વલસાડ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ આવતા માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ માવઠાથી કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સુરત જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બારડોલી, પલસાણા અને કામરેજ તાલુકામાં વરસાદી વાદળોએ અડ્ડો જમાવ્યો હતો. વાતાવરણમાં પલટાને લઈને ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સુરત જિલ્લાના માંડવી અને ઓલપાડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છેકે, સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો ઉંચે ચડી રહ્યો છે. સુરતમાં 39 થી 40 ડિગ્રી તાપમાન નોંધાઇ રહ્યું છે. ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જતાં લોકો ખુશ થઇ ગયાં હતા. લોકોને થોડા સમય સુધી ઠંડકનો અનુભવ થશે. જો કે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાઇ  ગયા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતો દ્વારા વાવવામાં આવેલ પાકને નુકસાન થવાની ભિતી સેવાઇ રહી છે. 

ત્યારબાદ દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જીલ્લાનાં ગણદેવી તાલુકાનાં વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. ગણદેવી તાલુકાનાં બીલીમોરા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલને કારણે લોકોને બફારાથી રાહત મળી હતી. ગણદેવી સહિત વિસ્તારોમાં કેરી, ચીકુનાં પાકને નુકશાનની ભીતી સેવાઈ રહી છે. તાપી જીલ્લાનાં વાતાવરણમાં પણ અચાનક પલ્ટો આવ્યો હતો. જીલ્લામાં વ્યારા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વહેલી સવારથી જીલ્લામાાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અચાનક આવેલા પલટાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત થવા પામી હતી.વ્યારામાં ખટારા ફળિયા સહિતના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી.

આ તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં વહેલી સવારના સમયે માવઠુ વરસ્યું છે. ભાવનગર શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જકાતનાકા, વરતેજ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરનાં અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યારે બોર તળાવ, કુંભારવાડા, દેસાઈ નગર, રાજનગર સહિતના વિસ્તારમાં વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને થોડીવારમાં વરસાદી ઝાપટું વરસ્યું છે. વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. દાહોદનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાહોદ શહેર સ્ટેશન રોડ તેમજ છાપરી, ગલાલિયાવાડ, રળિયાતી રાબડાલ સહિત આસપાસના વિસ્તારમાં ઝાપટું પડ્યું છે.

હાલ ઉનાળા ઋતુનો સમય ચાલી રહ્યો છે. અને ગરમી પણ સતત વધી રહી છે. ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોવે છે. એક લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વરતારો કરી શકાય છે. ત્યારે આવી જ સુરત શહેરની વચ્ચોવચ આવેલા શહેર પોલીસના પરેડ ગ્રાઉન્ડની વચ્ચોવચ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે. ટીંટોડીએ જમીન ઉપર ચાર ઉભા ઈંડા મુક્યા છે. જાણકારોનું કહેવું છે કે, જો ટીટોડી ઉભા ઈંડા મુકવામાં આવે તો ખૂબ સારો વરસાદ થાય છે અને ચાર મહિના સુધી વરસાદ આવશે. આ સાથે અન્ય જાણકારો કહે છે કે, ટીટોડીએ જમીન ઉપર ઈંડા મૂક્યા છે તો વરસાદ મોડો આવશે.આમ સમગ્ર ગુજરાતમાં જ વરસાદી માહોલ જામ્યો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎