:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

૭ મી મે -મતદાનનો ત્રીજા તબક્કો : ગુજરાત સહિત દેશભરમાં શાળા-કોલેજોમાં રજા જાહેર :

top-news
  • 29 Apr, 2024

દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ના  બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, હવે  ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ થઈ ગયો છે. જ્યારે ત્રીજા તબક્કાની ચૂંટણી 7 મેના રોજ યોજાવાની છે. જેને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની તમામ લોકસભા બેઠકો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. જ્યારે રાજકીય પાર્ટીઓ તેમના પક્ષનો પ્રચાર જોર -શોરથી કરવામાં લાગેલા છે. ઉમેદવારો એડી ચોંટીનું જોર લગાવી જીતવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. 

ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 94 બેઠકો પર મતદાન થવાનું છે . જેમાં દેશના રાજ્યો આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરા નગર હવેલી, દમણ અને દીવ અને જમ્મુ-કાશ્મીર સામેલ છે. તેથી ત્રીજા તબક્કામાં જ્યાં પણ મતદાન થવાનું છે ત્યાં શાળા-કોલેજોને જાહેર રજા ઘોષિત કરવામાં આવી છે. 

- ઉત્તર ગોવા (નોર્થ ગોવા) અને દક્ષિણ ગોવા (સાઉથ ગોવા)માં મતદાન દરમિયાન શાળા અને કોલેજોમાં રજા રહેશે.

- ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી અને વલસાડમાં ત્રીજા તબક્કાનું મતદાન થશે, અહીં આ સમયગાળા દરમિયાન શાળા-કોલેજો બંધ રહેશે. 

આસામની ધુબરી, કોકરાઝાર, બરપેટા અને ગુવાહાટી સીટ પર ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે,  અહીં મતદાનના દિવસે દરમિયાન શાળાઓ અને કોલેજો બંધ રહે- બિહારમાં ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા અને ખગરિયા સીટ પર મતદાન દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.

- કર્ણાટકમાં ચિક્કોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બિદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તરા કન્નડ, દાવનગેરી અને શિવમોગામાં પણ શાળાઓ બંધ રહેશે.

- મધ્યપ્રદેશના ભિંડ, ભોપાલ, ગુના, ગ્વાલિયર, મોરેના, રાજગઢ, સાગર, વિદિશામાં મતદાન દરમિયાન શાળાઓ અને કોલેજો ખુલશે નહીં.

- મહારાષ્ટ્રમાં બારામતી, રાયગઢ, ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર, માધા, સાંગલી, સતારા, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર અને હાટકનાંગલેમાં મતદાનને કારણે શાળાઓ અને કોલેજો ખુલશે નહીં.
- ઉત્તર પ્રદેશમાં સંભલ, હાથરસ, આગ્રા, ફતેહપુર સીકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બદાયું, બરેલી અને આમલામાં મતદાનને કારણે શાળાઓ બંધ રહેશે.

- પશ્ચિમ બંગાળના માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જાંગીપુર અને મુર્શિદાબાદમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા રહેશે.

- ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન દાદર અને નગર હવેલી, દમણ અને દીવમાં પણ શાળાઓ બંધ રહેશે.

- જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ-રાજૌરીમાં પણ ત્રીજા તબક્કામાં મતદાન થશે, જેના કારણે શાળા-કોલેજો ખુલશે નહીં.

- છત્તીસગઢમાં સુરગુજા, રાયગઢ, કોરબા, બિલાસપુર, દુર્ગ અને જાંજગીર-ચંપામાં પણ શાળાઓ અને કોલેજો બંધ રહેશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎