:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૭મો પ્રાગટ્યોત્સવ: કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન....

top-news
  • 01 May, 2024

અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૭ મા પ્રાગટ્યોત્સવ પ્રસંગે કલ્યાણ પુષ્ટિ હવેલી, વસ્ત્રાપુર, અમદાવાદ દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગો. ૧૦૮ શ્રી શરણકુમારજી મહોદયશ્રી ના સાન્નિધ્યમાં ત્રિદિવસીય મહોત્સવનું આયોજન વસ્ત્રાપુર એમ્ફી થિયેટર ખાતે કરવામાં આવ્યું છે.

આ ત્રિદિવસીય આયોજનના પ્રથમ દિવસે તારીખ ૨-૫-૨૦૨૪, ગુરૂવારના રોજ શ્રી વલ્લભ ચિંતન અંતર્ગત યુવા વૈષ્ણવાચાર્ય દ્વારા જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી ના દિવ્ય સિદ્ધાંતોને આજના કળિકાળ અને આધુનિક યુગમાં પણ કેવી રીતે આત્મસાત્ કરી વૈષ્ણવો પોતાના જીવનને કઈ રીતે ઉચ્ચ સ્તરે લઈ જઈ શકે તે વિષય પર અમદાવાદમાં બિરાજતા યુવા વૈષ્ણવાચાર્યો તેમના વચનામૃતનો લાભ વૈષ્ણવોને પ્રાપ્ત કરાવશે. વચનામૃત બાદ વધાઈ અને કીર્તન સંમેલન યુવા આચાર્યો દ્વારા થશે.

આ મહોત્સવના દ્વિતિય દિવસે, તારીખ ૩-૫-૨૦૨૪, શુક્રવાર ના રોજ પુષ્ટિ પરામર્ષ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પુષ્ટિ માર્ગના ખ્યાતનામ શાસ્ત્રીજીનો શ્રી શરણકુમારજી મહોદયશ્રી સાથે સંવાદ થશે. આ સંવાદમાં મુંબઈથી શ્રી આદિત્ય શાસ્ત્રીજી, વડોદરાથી શ્રી વત્સલ પ્રધુમ્નશાસ્ત્રીજી, સોલા ભાગવત અમદાવાદથી શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રીજી પધારશે. ત્યારબાદ પ્રસિદ્ધ ગાયક શ્રી રાજુભાઈ ભટ્ટ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહોત્સવ ના ત્રીજા દિવસે એટલે શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાગટ્યોત્સવ તારીખ ૪-૫-૨૦૨૪, શનિવારના રોજ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં હાથી, ઘોડા, બેન્ડ વાજા તેમજ વિશેષ રીતે પુષ્ટિ માર્ગના સપ્ત નિધિ સ્વરૂપની ઝાંખી, દર્શન તેમજ બાલસંસ્કાર કેન્દ્રના બાળકો દ્વારા ૮૪ વૈષ્ણવોના વેશને ધારણ કરી શોભાયાત્રામાં શામેલ થશે.

ધર્મસભામાં કાલુપુર ગાદી સંસ્થાનના યુવા આચાર્ય લાલજી મહારાજ શ્રી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલિપદાસજી મહારાજ, તેમજ ભાગવત ૠષિજી દ્વારાના શ્રીમદ્ વલ્લભાચાર્યજીના દિવ્ય વાણીનો લાભ તેમજ શરણકુમારજી મહોદયશ્રી ના વચનામૃતનો લાભ વૈષ્ણવોને પ્રાપ્ત થશે. આ સમગ્ર મહોત્સવ દરમ્યાન શ્રી કલ્યાણરાય પ્રભુ, શ્રી ગોવર્ધનધરણ પ્રભુ, શ્રી ગિરિરાજજી, શ્રી યમુને મહારાણીજીને વિશેષ ભોગ, વસ્ત્રો અને કલાત્મક આભૂષણો ધરાવવામાં આવશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎