:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઓનલાઇન વસ્તુ ખરીદતા પહેલા સાવધાન ..!!! પાર્સલમાં બ્લાસ્ટ, ૩ ના મોત 3 ઈજાગ્રસ્ત ...

top-news
  • 02 May, 2024

મોબાઇલના ઉપયોગને પરિણામે ઘર બેઠા ચીઝ -વસ્તુઓ ખરીદવાનો ક્રેઝ આજની યુવા પેઢીમાં વધુ પડતો જોવા મળી રહ્યો છે, વસ્તુ નવી ખરીદવા માટે તેઓ ઓનલાઇન સાઇટનો  ઉપયોગ કરે છે, એવામાં ઘણી વખત તેઓ છેતરપિંડીનો ભોગ બનતા જોવા મળે છે. સાઇબર ક્રાઇમના આવા કિસ્સાઓમાં પણ આજકાલ વધારો થઈ રહ્યો છે. એવામાં ઓનલાઇન પાર્સલ ડિલિવરી સમયે બ્લાસ્ટ થયાની વિચિત્ર દુર્ઘટના સાબરકાંઠામાં બની હતી. 

મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં ઓનલાઇન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થયાની માહિતી મળી છે. સાબરકાંઠાના વેડા છાવણી ગામે પાર્સલમાં બ્લાસ્ટ થયો. પાર્સલમાં થયેલા બ્લાસ્ટના કારણે 3 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 3 બાળકી ઈજાગ્રસ્ત થઈ છે. પરિવારે ઓનલાઈન વેબસાઈટ પરથી હોમથિયેટર મંગાવ્યું હતું. પાર્સલમાં હોમથિયેટરને બદલે કોઈ અજીબ વસ્તુ નીકળી. બહારથી પાર્સલ રિસિવ કરી ઘરમાં આવી પાર્સલ ખોલતા જ પાર્સલમાં બ્લાસ્ટ થયો.

મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાનાં વેડા છાવણી ગામે આ ઘટના ઘટી છે. વેડા છાવણીમાં રહેતા એક પરિવારે ઓનલાઈન વેબસાઈટ પરથી હોમથિયેટર મંગાવ્યું હતું. પાર્સલને બહારથી રિસીવ કરીને પછી ઘરમાં લાવ્યા અને પાર્સલ ખોલતા બ્લાસ્ટ થયો. બોક્સ ખોલતા જ બ્લાસ્ટ થયો. બોક્સમાં હોમથિયેટર ન હતું.

બ્લાસ્ટમાં જીતુભાઈ વણઝારા અને તેની એક પુત્રીનું મૃત્યુ થયું. આ સિવાય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસને બ્લાસ્ટની જાણકારી મળતા જ ઘટના સ્થળે પહોચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎