:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વધુ મતદાન નોંધવા અમૂલની અનોખી પહેલ : ઉત્પાદકો મતદાન કરે માટે લિટર દૂધ પર એક રુપિયો વધુ ચૂકવાશે

top-news
  • 03 May, 2024

આગામી 7 મે ના રોજ ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાન થશે. રાજ્યમાં એક બેઠક પહેલાથી જ બીનહરીફ થઈ ચૂકી છે. જ્યારે અન્ય પચીસ બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવનાર છે. જે માટે રાજ્યમાં વધુ ને વધુ મતદાન થાય એવા અનેક પ્રયાસો વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ મોટા ઔદ્યોગિક એકમો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉપરાંત તંત્ર દ્વારા પણ વધારે મતદાન માટે પ્રયાસ કરતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર દીઠ એક રુપિયો વધારે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે સાબરડેરી, દૂધ સાગર ડેરી અને સુમૂલ ડેરી સહિતે આ અંગેની જાહેરાત કરી છે. રાજ્યના દૂધ ઉત્પાદકો મતદાન માટે ઉત્સાહ સાથે મતદાન મથકે પહોંચે એ માટે થઈને દૂધ ઉત્પાદક સંઘો દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલે મોડાસામાં સહકાર સંમેલન વખતે જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતુ કે, લોકશાહી પર્વ દેશમાં મનાવાઈ રહ્યું છે. વધુ મતદાન નોંધાય એ માટે દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર દૂધ પર એક રુપિયો વધુ ચૂકવાશે.પરંતુ દૂધ ઉત્પાદકે પોતાની આંગળી પર મતદાન કર્યાના ટપકાંનું નિશાન બતાવવું પડશે. આમ જે લોકો મતદાન કરીને દૂધ ભરવા માટે મંડળીમાં આવશે તેમને એક રુપિયો વધારે પ્રતિ લિટર મળશે.

આ માટે સાબરડેરી ઉપરાંત મહેસાણા અને બાદમાં સુમુલ ડેરી દ્વારા પણ જાગૃતિ પ્રેરતા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. મહેસાણાની દૂધ સાગર ડેરી સાથે પાંચ લાખ જેટલા દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. 1503 દૂધ મંડળીમાં દૂધ ભરવા આવનાર પશુ પાલકોને આ લાભ મળશે. આવી જ રીતે સાબરડેરી તેમજ સુમુલ ડેરી દ્વારા પણ આવી સપ્તાહની શરુઆતે આ અંગેની જાહેરાત કરી હતી. જેમાં એક રુપિયો વધારે દૂધ ઉત્પાદકોને મતદાન કર્યાનું નિશાન દર્શાવ્યા બાદ ચૂકવવામાં આવશે.આમ થવાથી મતદાન વધારે થઈ શકશે એવી આશા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎