મોદીનો અનોખો ચાહક : સરકારની સિદ્ધીઓ કરોડોની કાર પર રંગી...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04052024_073151_gj-sur-car-for-modi-7200931_03052024144051_0305f_1714727451_66.webp)
- 04 May, 2024
દેશ-વિદેશમાં મોટા પ્રમાણમાં મોદીનો ચાહકવર્ગ વ્યાપેલો છે. ઉપરાંત આજના આધુનિક યુગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા મારફતે પણ યુવા પેઢી સાથે સતત સંપ્રકમાં રહેતા હોય છે. જેના કારણે તેમના ચાહકો કે જેઓ પોતપોતાની રીતે તેમના પ્રત્યે અને દેશ માટે લાગણી દર્શાવતા હોય છે . એવાજ એક કિસ્સામાં રાજ્યના સુરત શહેરમાં રહેતો એક વ્યક્તિ તેમનાથી એટલી હદે પ્રભાવિત થયો કે તેણે પોતાની ગાડી પર મોદીના કામો ઉપરાંત 'મેં ભી મોદી કા પરિવાર' સહિત અનેક સ્લોગન ડિઝાઇન કરાવ્યાં છે.
હાલ લોકસભાની ચૂંટણીને લઇ દેશભરમાં માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતમાં રહેતા તેમના એક ચાહક અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે તેઓએ પોતાની કરોડો રૂપિયાની ગાડી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની તસ્વીર તેમના સ્લોગન સાથોસાથ તેમની યોજનાઓ અંગે ખાસ ડિઝાઇન તૈયાર કરાવી છે. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ પોતાની કાર પર ખાસ પ્રકારનો વ્રેપિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવ્યું છે. જે તિરંગા રંગમાં છે અને તેની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છે.
લોકો જ્યારે ધ્યાનથી જોશે ત્યારે કાર ઉપર કરાયેલ ડિઝાઇનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે જેમાં ચંદ્રયાન, રામ મંદિર, ટ્રીપલ તલાક, કલમ 370, જી 20નું ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આમ તો સિદ્ધાર્થ કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પરંતુ જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત આવે ત્યારે તેઓ તેમની માટે કંઈક અલગ કરવા માંગે છે હાલ લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેઓએ આ ખાસ ડિઝાઇન કાર માટે તૈયાર કરાવી છે જેથી જ્યારે પણ તેઓ રસ્તા પરથી પસાર થાય ત્યારે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિઓ વાંચી શકે.
આ અંગે સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચાહક છું. તેઓએ દેશ માટે અનેક કામો કર્યા છે, તેઓ મારી માટે પ્રેરણા ના સ્ત્રોત છે આજ કારણ છે કે મારી કારને આ ખાસ ડિઝાઇન આપીને તેમની દ્વારા કરવામાં આવેલા તમામ કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. હાલ આ ગાડી હું સુરતમાં ચલાવી રહ્યો છું જ્યારે અહીં ચૂંટણી પૂર્ણ થશે તો હું અન્ય રાજ્યોમાં પણ આ કાર લઈને જઈશ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ