ગંદકી કરતા એકમો પર AMCનો સપાટો: 57 એકમોને નોટીસ; 54,900 રૂપિયાના દંડની કરાઈ વસુલાત, 4.9 કિલો પ્લાસ્ટિક જપ્ત
- 10 May, 2024
અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા પર ગંદકી કરતા અને ન્યૂસન્સ કરતા એકમ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ કરતાં એકમોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન 69 એકમો તપાસવામાં આવ્યા હતા.
આ પૈકીના 57 એકમોને નોટીસ ઈસ્યુ કરવામાં આવી હતી. 4.9 કિલોગ્રામ પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કાર્યવાહીના ભાગરૂપે 54,900 રૂપિયાનો દંડ પણ વસુલવામાં આવ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ