:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ભાજપ લઘુમતી મોરચાનો ઉપાધ્યક્ષ સસ્પેન્ડ: પંચમહાલ જિલ્લામાં થયેલા નીટ પરીક્ષા કૌભાંડ મામલાના મુખ્ય આરોપીમાથી એક ...

top-news
  • 11 May, 2024

નીટ પરીક્ષા કૌભાંડની તપાસમાં એક મોટો  ઘટસ્ફોટ થયો છે મુખ્ય આરોપીઓ પૈકીના એક એવા આરીફ વ્હોરા પંચમહાલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનો ઉપાધ્યક્ષ છે. પરંતુ હાલમાં જિલ્લા ભાજપ દ્વારા આરીફ વ્હોરાને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ દ્વારા તાત્કાલિક અસરથી આરીફ વ્હોરાને તમામ પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બીજી તરફ મુખ્ય આરોપી પરશુરામને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 20મી મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે એસ આઈ ટીની રચના કરી છે. પોલીસે આરોપી પરશુરામ રોયને કોર્ટમાં રજૂ કરીને 20 મે સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પોલીસે મહત્વની તપાસ માટે દસથી વધુ કારણો રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. અદાલતે આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નીટ પરીક્ષા કૌભાંડના મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોહરાને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે . આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને જય જલારામ સ્કૂલના કેટલાક શિક્ષકોના પણ નિવેદનો લેવાયા છે.

આ મામલે જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઇ છે સાથે જ સમગ્ર મામલે આ ત્રણ ઈસમો સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎