:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી: 10થી 14 મે સુધીમાં રાજ્યમાં પવનો ફુંકાઈ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા

top-news
  • 11 May, 2024

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન વિભાગમાં પલટો આવવા અંગેની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે આગામી તા.10 મેથી 14 મેની વચ્ચે સમગ્ર રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને વરસાદ પણ થશે. 12મેથી મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. વડોદરા, બોડેલી, કપડવંજ, નડીયાદ, ખેડા, જંબુસર સહિતના ભાગોમાં ભારે પવન સાથે વરસાદ રહેવાની શક્યતા છે. જોકે અન્ય વિસ્તારો કરતા કચ્છમાં ફુંકાતા પવનની ગતિ વધુ રહેશે. જોકે ત્રણ દિવસ પછીથી એટલે કે 14થી 17 મે દરમિયાન આકરી ગરમી પડશે.

મધ્ય ગુજરાતમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન રહી શકે છે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી રહેશે. જેમાં પાલનપુર, થરાદ, ડીસા, કાંકરેજ, ઈકબાલગઢમાં ભારે પવન ફૂંકાશે. તેમજ કચ્છ, રાધનપુર, સાંતલપુરમાં ગરમીનું પ્રમાણ વધશે. તેમજ મહેસાણા, સમી, હારીજમાં ધૂળ ઉડવાની સાથે ગરમી વધશે. કૃતિકા નક્ષત્રનાં વરસાદી છાંટાથી ચોમસુ સારૂ રહેશે. રોહિણી નક્ષત્રમાં રાજ્યમાં જુદા જુદા ભાગોમાં વરસાદ થશે.

કચ્છમાં પવનની ગતિ વધારે રહેશે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહેશે. ઉત્તર ભારતમાં થંડરસ્ટોર્મ એક્ટિવીટી થશે. જ્યારે 14 થી 17 મે માં આકરી ગરમી પડશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎