ચૂંટણી પછી પોલીસની બુટલેગરો પર કાર્યવાહી: અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 12 બૂટલેગરોની ધરપકડ કરાઈ, દેશીદારૂ સહિત 83,970 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13052024_073513_Crime Branch.webp)
- 13 May, 2024
ચૂંટણી બાદ પોલીસ એક્શન મોડમાં શહેરમાં દારૂના દૂષણને નાથવા માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી, નિકોલ, નરોડા, ગોમતીપુર, નારોલ, કાગડાપીઠ, દરિયાપુર તથા મેઘાણીનગર સહિત વિસ્તારમાંથી કુલ 10 જગ્યા ઉપર દરોડા પાડી 12 નામચીન બુટલેગરોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઈમબ્રાન્ચે અમરાઈવાડીના સુરેશ ઉર્ફે ભુરીયો ખિમદાસ સાધુ, નારોલ ગામના બોડીયો કરશનજી ઠાકોરના, ગોમતીપુરના કાળીઇસ્માઇલ મલેક, નિકોલના રૂપાબેન દેવાભાઈ નરશીભાઈ ચુનારા, એરપોર્ટ પાસે અજય રામદ્રસ કેવટ, કાગડાપીઠના અનિલ લાખાભાઈ ચુનારા, નરોડા પાટિયાના ચોભસિંહ વિજયસિંહ તોમર અને ગંગાસિંહ વિજયસિંહ તોમર, દરિયાપુરના સુરેશભાઈ મેણા, મેઘાણીનગરના કિશન કરણસિંહ સીકરવાર અને સંજય જયંતીભાઈ પટણી, કાગડાપીઠના રમેશભાઈ ચુનારાની ધરપકડ કરી છે. રેડ દરમિયાન 930 લીટર દેશીદારુ, વાહનો, રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન સહીત 83,970 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ