અમદાવાદમાં ફ્લેટમાંથી દંપત્તિનો મૃતદેહ મળ્યો: નેપાળનું દંપતિ ફ્લેટમાં છેલ્લા ચાર માસથી સિક્યુરિટી અને ઘર કામ કરી ગુજરાન ચલાવતું હતું
- 14 May, 2024
અમદાવાદમાં શહેર દિવસે ને દિવસે ક્રાઇમ સીટી બની રહ્યું છે ગુનાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હત્યા,ચોરી લૂંટ કે પછી આત્મહત્યાં કે કોઈ અગમ્ય કારણોસર ઝગડા વગેરે ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા ઈશ્વર ભુવન નજીક આવેલા અનુશ્રી ફ્લેટમાંથી દંપતીના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે.
આ અંગે બનાવની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દંપતી મૂળ નેપાળનું રહેવાસી હતું. પતિનું નામ ગણેશ બસનેત અને પત્નીનું નામ સુમી બસનેત હોવાનું સામે આવ્યું છે. જોકે નેપાળી દંપતીનું મૃત્યુ કઈ રીતે થયું તેનું કારણ હજી અકબંધછે. પોલીસે CCTV ફૂટેજના આધારે આ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આ દંપતિ છેલ્લા ચાર મહિનાથી ઘર કામ અને સિક્યુરિટીનું કામ કરતું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ