:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

AMCએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા: પાંજરાપોળથી નિરાંત ચાર રસ્તા સુધીના રોડને ખુલ્લો કરાયો, વાહનચાલકોને નહિં કરવો પડે મુશ્કેલીનો સામનો

top-news
  • 15 May, 2024

હાલ અમદાવાદ શહેરમાં રસ્તા પર દબાણ ખૂબ વધી ગયું છે. જેના કારણસર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે રોડની બંને બાજુ ગેરકાયદેસર લારી ગલાઓ પોતાનો ખીલો ખોડી બેઠા છે. જેથી રાહદારી લોકોને રોડ પર ચાલવા માટે મજબૂર બનવું પડે છે. જેના લીધે અકસ્માત થવાનો ભય વધે છે.

કોર્પોરેશને આજે પોલીસને સાથે રાખીને પાજળાપોળ થી IIMA બ્રિજથી વસ્ત્રાપુર નિરાંત ક્રોસ રોડ સુધી ગેરકાયદેસર લારી ગલાઓ દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી. ખાણીપીણીના લારી ગલ્લાઓ પર આવતા ગ્રાહકો પોતાનું વાહન જેમતેમ પાર્ક કરી ચા કે નાસ્તો કરવા માટે ઉભા રહી જાય છે. જેના લીધે ટ્રાફિક થાય છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. આ ખાણીપીણીના ધંધાઓને યોગ્ય જગ્યા ફાળવામાં આવે તો આ વિસ્તારમાંથી દબાણની સમસ્યા કાયમ માટે દૂર થઈ શકે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎