:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચારધામ- ગુજરાતનાં પ્રવાસીઓની બસ પલટી : સોનગઢ નજીક બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી, જેના કારણે ટ્રાવેલરે કાબુ ગુમાવ્યો હતો

top-news
  • 16 May, 2024

ઉત્તરાખંડમાં હાલ ચાલી રહેલી ચારધામ યાત્રામાં ભાવિકોની ભારે ભીડની સાથે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે.  દર વર્ષે આખાત્રીજ બાદ શરૂ થતી આ યાત્રાને હાલ માંડ ૬ દિવસ થયા છે, એવામાં ભક્તોની ભારે ભીડ અને તેની સાથે વાતાવરણનો મિજાજ પણ કઈક અલગ જોવા મળી રહ્યો છે, આવી પરિસ્થિતિમાં દુર્ઘટના ઘટે તો કઈ નવાઈ પામવા જેવી વાત નથી. પરંતુ અહી ઉત્તરાખંડ સરકાર અને તંત્ર ખડે પગે ઊભા રહીને ભાવિકોનું સતત માર્ગ દર્શન કરી રહી છે.   

હાલમાં પ્રાપ્ત માહિતી મુજબ ગંગોત્રીના માર્ગે ગુજરાતના યાત્રાળુઓની એક બસ પલટી ખાઈ જતાં આઠ યાત્રાળુ ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ગુજરાતના અમદાવાદ શહેરમાંથી બુધવારે 18 શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં ગંગોત્રી ધામમાં આવ્યા હતા. અહીં સોનગઢ નજીક તેમના ટ્રાવેલર (HR 55 AR 7404 )ની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે ટ્રાવેલરે કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડ પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા 18 લોકોમાંથી 8 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. 

ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસને આ અકસ્માતની જાણ કરી હતી. જે બાદ પોલીસ અને SDRF ઉત્તરાખંડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને કોઈ પણ સમય બગાડ્યા વિના તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. તેમજ SDRF દ્વારા અકસ્માતગ્રસ્ત ટ્રાવેલરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં મળી આવેલ કિંમતી અને જરૂરી ચીજવસ્તુઓ જિલ્લા પોલીસને સોંપવામાં આવી હતી.

વાહનમાં મુસાફરી કરતા યાત્રાળુઓનાં નામઃ

વિશાલ પારડિયા (16)

વૈષ્ણવી પારડિયા (20)
ધ્રુતિ પારડિયા (13)
વિશાલ કુમાર વ્યાસ (39)
નેહાબેન વ્યાસ (37)
નમય કુમાર વ્યાસ (10)
ઉષાબેન રાવલ (62)
ગીતાબેન વ્યાસ (59)
અનિલબેન આચાર્ય (52)
મનોજ કુમાર આચાર્ય (52)
અનિલ વ્યાસ (64)
દક્ષ વ્યાસ (55)
મીતા જોષી (59)
દીપક કુમાર જોશી (58)
અવની જોષી (54)
વશિષ્ઠ જોષી (23)
કમલેશ દેવ (64)
અરુણા બેન દેવ (61)

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎