:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અમદાવાદમાં આજે રેડ એલર્ટ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ સિવિયર હીટ વેવની સાથે ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે

top-news
  • 17 May, 2024

જળવાયુ પરિવર્તનને કારણે  હવે ગમે ત્યારે રેન વેવ અને ગમે ત્યારે હીટવેવનો અનુભવ થાય છે. હમણાં બે દિવસ પહેલા પડેલા વરસાદને પગલે રાજ્યમાં ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. પરંતુ આ રાહત ક્ષણિક હતી, એટલેકે બે દિવસ પૂરતી સીમિત હતી. ત્યારબાદ ફરીથી તાપમાનમાં વધારો નોંધાયો છે. અને આજે તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં બે દિવસ સિવિયર હીટ વેવની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં બે દિવસથી તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગે બે દિવસ માટે રાજ્યમાં સિવિયર હીટવેવની આગાહી સાથે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સ્થિતિમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. આજે 43.6 ડિગ્રી સાથે અમદાવાદ અને ડીસા રાજ્યના સૌથી હોટ શહેર હતા.આજે રાજ્યના મોટાભાગના શહેરના તાપમાન 40 ડિગ્રીની પાર પહોંચી જવાની સાથે બપોરે ગરમ અને સૂકા પવન ફૂંકાશે . બપોરે અમદાવાદમાં પારો 44 ડિગ્રીની નજીક પહોંચી જતા આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં હોય તેવો અહેસાસ  થવાની શક્યતાઓ છે. તેથી શહેરવાસીનોને  અંગ દઝાડતી ગરમીથી બચવા  ઘરમાં જ પૂરાઇ રહેવાની સૂચના આપવામાં આવી છે. જેથી શહેરના ભરચક વિસ્તાર પણ સૂના ભેકાર જણાઈ શકે છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા હવે ગુજરાત પર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તેથી તાપમાનમાં વધારો થશે, ફરી બે ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે. હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે. હાલ, હીટ વેવની અસરને કારણે આગામી બે દિવસ બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે.

જેમાં અમદાવાદ    43.6,ડીસા    43.૬,ગાંધીનગર    43.5,વીવી નગર    42.5,વડોદરા    42.2,વલસાડ    39.2,ભૂજ    42.9,કંડલા    42.5,રાજકોટ    42.4,સુરેન્દ્રનગર    42.3,મહુવા    41.6,કેશોદ    40.5 તાપમાન નોંધાયું છે. જ્યારે  15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆતની વકી સેવાઇ રહી છે. 

દેશમાં સૌથી પહેલાં ચોમાસુ કેરળ રાજ્યમાં પ્રવેશ કરે છે. કેન્દ્રીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વર્ષે હવામાન વિભાગે કેરળમાં 1 જૂનના બદલે એક દિવસ અગાઉ એટલે કે, 31 મેથી ચોમાસુ શરૂ થવાની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનથી થતી હોય છે. તેવામાં ખેડૂતો 15 જૂન બાદ વાવણીની શરૂઆત કરતા હોય છે. આ વર્ષે પણ સમયસર ચોમાસુ રાજ્યમાં પ્રવેશે તેવી શક્યતા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎