:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગુજરાતમાં મે મહિનો ગરમી માટે વિક્રમજનક : અનેક શહેરોમાં ગરમીના રેકોર્ડ તૂટ્યા , ભૂજમાં મે મહિનાની ઓલ ટાઈમ હાઈ ગરમી 47.8 ડિગ્રી નોંધાઈ

top-news
  • 22 May, 2024

જળવાયુ પરિવર્તનની આગમાં સમગ્ર વિશ્વ શેકાઈ રહ્યું છે, તો ગુજરાત તેમાંથી બાકાત કેવી રીતે રહી શકે છે. હાલ વૈશાખ માસમાં  ગુજરાતમાં દિવસ ઉગવાની સાથે જ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જે ઉકળાટ મોડી રાત્રી સુધી યથાવત રહે છે. છેલ્લા કેટલાક દિવસથી રાત્રીનુ લઘુત્તમ તાપમાન પણ વિક્રમી સપાટીએ પહોચ્યું છે. રાજ્યના કેટલાય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો.

તો છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત દિવસનું તાપમાન 44 ડિગ્રીએ રહે છે. ગરમી અને હવામાનની સ્થિતિ, પાછલા અનેક વર્ષના વૈશાખ મહિનાની વિક્રમી ગરમીના રેકોર્ડને તોડી નાખે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં અત્યાર સુધીના મે મહિનાની સૌથી વધુ ગરમી 2016માં નોંધાઈ હતી. 20મી મે 2016ના રોજ અમદાવાદ શહેર રીતસરનું 48 ડિગ્રીમાં ધગધગ્યું હતું. હવામાન વિભાગના સત્તાવાર અહેવાલમાં 2022 અને 2023ના વર્ષના મે મહિનામાં નોંધાયેલ આંકડાઓ ઉપલબ્ધ નથી. જે આંકડાઓ ઉપલબ્ધ છે તે અનુસાર આ વર્ષે અમદાવાદમાં 19મી મેના રોજ નોંધાયેલ 44.9 ડિગ્રી તાપમાન, 2016 પછીના વર્ષમાં મે મહિનાની સૌથી વઘુ ગરમી છે.



વડોદરા શહેરમાં મે મહિનામાં સૌથી વઘુ ગરમી 2004મા નોંધાઈ હતી. 05 મે 2004ના રોજ વડોદરા શહેરમાં ગરમીનો પારો 46.2 ડિગ્રીએ પહોચી ગયો હતો. વડોદરામાં નોંધાયેલ 46.2 ડિગ્રી ગરમી મે મહિનાની સૌથી વધુ ગરમી છે. 2022 અને 2023ને છોડીને હવામાન વિભાગના સત્તાવાર આંકડાને જોઈએ તો, વડોદરામાં રવિવારે નોંધાયેલ 44 ડિગ્રી ગરમીએ પાછલા સાત વર્ષના મે મહિનાની ગરમીનો રેકોર્ડ તોડી નાખ્યો 

કચ્છના ભૂજમાં મે મહિનાની ઓલ ટાઈમ હાઈ ગરમી 47.8 ડિગ્રી નોંધાઈ છે. આઝાદી પૂર્વે 1886માં 26મી મેના રોજ કચ્છના ભૂજમાં ગરમીનો પારો 47.8 ડિગ્રીએ પહોચી ગયો હતો. હવામાન વિભાગના 2022 અને 2023ના મે મહિના સિવાયના મે મહિનાના જાહેર કરેલા આંકડાને ધ્યાને લઈએ તો ગત રવિવાર 19મી મેના રોજ નોંધાયેલ 42.8 ડિગ્રી ગરમી 2021 કરતા વધુ નોંધાઈ છે.

ઉતર ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં પણ 2016ના વર્ષમાં વિક્રમજનક ગરમી નોંધાઈ હતી. જે દિવસે અમદાવાદમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, તે જ દિવસે ડીસામાં પણ ગરમીના પારો મે મહિનાના પાછલા અનેક વર્ષના રેકોર્ડને તોડીને 48 ડિગ્રીએ પહોચી ગયો હતો. 20મી મે 2016ના રોજ ડિસામાં 48 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જ્યારે 19મી મેને રવિવારે, 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગના 2022 અને 2023 સિવાયના મે મહિનામાં નોંધાયેલ ગરમીને ધ્યાને લઈએ તો, 2018 પછી ડીસામાં પરમ દિવસે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. આમ દર ઉનાળામાં હવે બે વર્ષે ગરમી નવો વિક્રમ રચી રહી છે.



રાજકોટમાં મે મહિનામાં સૌથી વઘુ ગરમી 1977માં નોંધાઈ હતી. રાજકોટમાં 13 મે 1977ના રોજ ગરમીનો પારો 47.9 ડિગ્રીએ પહોચી ગયો હતો. જો હવામાન વિભાગે જાહેર કરેલ 2022 અને 2023 સિવાયના આંકડાઓને જોઈએ તો, રવિવારે 44.1 ડિગ્રી 2018ના વર્ષ પછી પહેલીવાર નોંધાઈ છે. રાજકોટમાં છેલ્લે 2018માં ગરમીનો પારો 44.4 ડિગ્રીએ પહોચ્યો હતો.

સુરત શહેરમાં અત્યાર સુધીની સૌથી વઘુ ગરમી મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયા તે પહેલા નોંધાઈ હતી. સુરતમાં પહેલી મે 1956ના રોજ 45.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. સુરત શહેરમાં રવિવારે નોંધાયેલ 41.8 ડિગ્રી ગરમી પણ પાછલા કેટલાક વર્ષના મે મહિનામાં નોંધાયેલ ગરમી જેટલી જ કહી શકાય. હવામાન વિભાગના 2021- અને 2023ના આંકડાઓ સિવાયના સત્તાવાર આંકડા મુજબ, 2019 અને 2020ના મે મહિનામાં સુરતમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎