:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાજકોટ અગ્નિકાંડનાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે: વેપારી સંગઠનો આજે બજારો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે, તમામ દુકાનો બપોર સુધી બંધ રહેશે

top-news
  • 27 May, 2024

રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં 33 લોકોનાં મોત થયા છે. આ અગ્નિકાંડમાં કોઈકે ભાઈ ગુમાવ્યો છે તો કોઈકે પત્ની તો કોઈકે પોતાનો મિત્ર  ગુમાવ્યો છે. કેટલાક પરિવારે તો પરિવાર માટે કમાણી કરનાર મોભીને જ ગુમાવી દીધા છે. આ ઘટનાના પગલે જે સભ્યોએ પોતાના સગા-સ્નેહીનો ગુમાવ્યા છે, તેમની પર તો આભ તૂટી પડ્યું છે. મૃતકોનાં પરિવારના સભ્યો હાલ એવી માંગણી કરી રહ્યાં છે કે આરોપીઓને સમાજમાં દાખલો બેસી તેવી સજા થવી જોઈએ. જોકે રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને લઈ વેપારી સંગઠનો દ્વારા મોટો નિર્ણય કરાયો છે.  રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મૃત્યું પામેલા લોકોને લઈ વેપારી સંગઠનો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મૃતકોને શ્રદ્ધાંજલી આપવા વેપારી સંગઠનો આજે બજારો બપોર સુધી બંધ રાખશે.

રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ સફાળે જાગેલી સરકાર દ્વારા તાત્કાલીક સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમ ઝોનો પર તપાસનાં આદેશ કરવામાં આવ્યા છે. જેને લઈ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાળે જાગી ગેમ ઝોનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો કેટલાક ગેમ ઝોનને સીલ  પણ કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ છે કે વહીવટી તંત્ર દ્વારા જ્યારે ગેમ ઝોનને પરમીશન આપવામાં આવે છે. ત્યારે તમામ સાવચેતીનાં સાઘનો છે કે નહી તેની ચકાસણી કરવામાં આવે છે કે નહી. તે એક ચર્ચાનો મુદ્દો બન્યો છે.



 ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં માસૂલ જીંદગીઓ હોમાઈ ગયા બાદ સફાળે જાગેલા વહીવટી તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલીક પગલા ભરવામાં આવ્યા છે. જેમાં રાજકોટનાં 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ  ગેમ ઝોન દુર્ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 6 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં રાજકોટ મહાનગર પાલિકામાં તેમજ આર એન્ડ બી માં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર જયદીપ ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર એમ.આર.સુમા તેમજ આસિસ્ટન્ટ ટાઈન પ્લાનર ગૌતમ જોશી, પીઆઈ વી.આર.પટેલ, પીઆઈ એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી મોટા અધિકારીઓનો બચાવ કરવામાં આવ્યો હોવાનું  પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે સસ્પેન્ડ કરાયેલા લોકો સામે શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું.

રાજકોટ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાને લઈ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર બાબતે ક્રાઈમ બ્રાંચમાં બેઠક મળી હતી. તેમજ સસ્પેન્ડ અધિકારીઓની જોઈન્ટ પોલીસ કમિશ્નર દ્વારા પૂછપરછ કરાઈ છે. જોઈન્ટ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી પૂછપરછ કરશે.