:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં : 33 થી વધુ લોકોના મૃત્યુ બાદ હવે તંત્ર જાગ્યું ,ગૃહ વિભાગ - સરકારે જવાબદાર અધિકારીઓ સસ્પેન્ડ કર્યા

top-news
  • 27 May, 2024

25 મે, 2024ના રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં અચાનક આગ ફાટી નીકળતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા . આ દિવસ રાજ્યના અને રાજકોટ શહેરના ઇતિહાસમાં કાયમ યાદ રહેશે. વેકેશનમાં લોકો આનંદ માણવા નીકળ્યા અને ક્યારેય પાછા ન ફર્યા. તેથી હવે મજા માણવા જતાં પહેલા પોતાની સલામતીની કાળજી લેવી કેટલી જરૂરી છે , તેથી આનંદ માણવા માટે ક્યા જવું યોગ્ય રહેશે ??? 

25 મે, 2024ના રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ફાટી નીકળેલી આગમાં મહત્વની વાત સામે આવી હતી કે ઇમરજન્સી ગેટ બંધ હોવાથી લોકો  બહાર નીકળી શક્યા નહીં. આ મામલે હજી સુધી પ્રાપ્ત માહિતી મુજબ 33 થી વધુ લોકોના મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે અને ત્યારબાદ અગ્નિકાંડમાં મોતને ભેટેલાં લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યાં છે. 



રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં માસુમ જીંદગીઓ હોમાઈ ગયા બાદ સફાળે જાગેલા વહીવટી તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલીક પગલા ભરવામાં આવ્યા છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 6 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં રાજકોટ મહાનગર પાલિકામાં તેમજ આર એન્ડ બી માં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર જયદીપ ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર એમ.આર.સુમા તેમજ આસિસ્ટન્ટ ટાઈન પ્લાનર ગૌતમ જોશી, પીઆઈ વી.આર.પટેલ, પીઆઈ એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. 

ગૃહ વિભાગ અને મુખ્યમંત્રીની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.ગૃહ વિભાગ અને સરકારના એક્શનમાં અત્યારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે મોટા અધિકારીઓનો બચાવ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પ્રજામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એવામાં TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ ક્રાઈમ બ્રાંન્ચને સોંપવામાં આવી છે. આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવાઈ છે. સંયુક્ત પોલીસ કમિશનર વિધિ ચૌધરીના નેજા હેઠળ વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ઝોન 2 DCP સુધીર દેસાઈ અને DCP ક્રાઇમ તપાસ ટીમના સભ્યો હશે. 

ગુજરાત હાઈકોર્ટે ગેમ ઝોનમાં આગની ઘટનાની સુઓમોટો હાથ ધરી હતી અને રાજ્યના 4 મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં બનેલા ગેમ ઝોનના રિપોર્ટ મંગાવ્યા હતા. ચાર શહેરોની નગરપાલિકાઓ આજે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ કેસની સુનાવણી કરશે. વકીલોએ પહેલા જ આરોપીનો કેસ લડવાની ના પાડી દીધી છે.