:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અગ્નિકાંડ પછી સરકાર સફાળી જાગી: નિયમમાં ફેરફાર કર્યો, હવે એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન માટે બે પ્રકારના સર્ટિફિકેટ લેવા જરૂરી

top-news
  • 28 May, 2024

રાજકોટ શહેરમાં થયેલા અગ્નિકાંડ પછીથી રાજ્ય સરકાર સફાળી જાગી છે. સરકારે એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમઝોન, બોટિંગ અને રોપ-વેની પરવાનગી માટે નવા નિયમો બનાવવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન માટે 2 પ્રકારના સર્ટિફિકેટ લેવા જરૂરી હશે. આ સિવાય બધા જ યુનિટોએ પ્રાથમિક અને કાયમી એમ બે સર્ટિફિકેટો લેવા જરૂરી હશે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 33  લોકોના મોત થયા હતા.

આ સિવાય કાયમી અને હંગામ બાંધકામ માટે પણ અલગ-અલગ સર્ટિફિકેટ લેવા ફરજિયાત હશે. નવી વેબસાઈટનું ગૃહ, મહેસૂલ, ટાઉન સહિતનાં વિભાગોની વેબસાઈટ સાથે જોડાણ પણ હશે. તમામ યુનિટોની ઓનલાઈન મંજૂરી, સ્થળ તપાસ અને સર્ટિફિકેટને વેબસાઈટ પર અધિકારીઓ જોઈ શકશે. આ તમામ કામગીરી એક મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે.

રાજકોટના ટીઆરપી મોલમાં લાગેલી આગમાં બાળકો-મહિલાઓ સહીતના 33 લોકોના કમકમાટીપૂર્ણ મૃત્યુ થયા બાદથી સરકાર જાણે સફાળી જાગી છે. આગ લાગી તે દિવસથી જ રાજ્યના તમામ ગેમઝોનને બંધ કરી દેવાયા છે. તેમજ ફાયર બ્રિગેડની તેમજ પોલીસ સહીતના તંત્રની મંજૂરી છે કે કેમ તેની તપાસ ચાલુ થઈ ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે  પણ સરકાર અને તંત્રને ફટકાર લગાવી છે. આ સ્થિતિમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સત્તાવાર નિવાસસ્થાને સોમવારે મહત્વની બેઠક મળી હતી.



સીએમ બંગલે મળેલી બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી સહીતના અનેક ટોચના અધિકારીઓ-મંત્રીઓ હાજર રહ્યા હતા. સમગ્ર દેશમાં આગકાંડે હાહાકાર મચાવ્યા બાદ તાત્કાલી રીતે કેટલાક અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા છે. હજુ આગામી દિવસોમાં વધુ કડક પગલા લેવાશેએ પણ નિશ્ચિત છે.

રાજ્યના તમામ મહાનગરોમા આવેલા ગેમઝોનની તપાસ પૂર્ણ થઇ છે. રાજ્યના 8 મહાનગરોમાં કુલ 101 ગેમઝોનની તપાસનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો છે. 101 ગેમઝોન પૈકી 20 ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે, અને 81 ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાવાયા છે. સૌથી વધુ  અમદાવાદ શહેરમા 34 ગેમઝોન પૈકી પાંચ સીલ કરી દેવાયા છે અને 29 ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાવાયા છે. રાજકોટ શહેરમા 12 ગેમ ઝોન પૈકી 8 સીલ કરાયા છે, તો 4 હંગામી ધોરણે બંધ કરાયા છે.