આગ લાગતા અફરા-તફરીઃ ખોખરામાં વહેલી સવારે ગેસ લીકેજ ફ્લેટમાં લગી આગ,
- 05 Dec, 2023
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ફ્લેટમાં ગેસ લીકેજ થતા આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી. વહેલી સવારે પાણી ગરમ કરવા જતા ગેસ લીકેજથી આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લઈ અને પોલીસ તેમજ એફએસએલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ