:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભારતનું ગૌરવ : પેરિસ ઓલિમ્પિકમાં મશાલ વાહક અભિનવ બિન્દ્રા હું સમગ્ર વિશ્વમાં શાંતિનું પ્રતિક બનીશ: અભિનવ

top-news
  • 03 Feb, 2024

પેરિસ ઓલિમ્પિક પહેલા ભારત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.અભિનવ બિન્દ્રા 16 એપ્રિલથી 26 જુલાઈ સુધી યોજાનારી ઓલિમ્પિક મશાલ રિલેનો ભાગ બનશે. બિન્દ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપતા ખુશી વ્યક્ત કરી છે.

બિન્દ્રાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટમાં કહ્યું, "શેર કરીને ઉત્સાહિત છું કે હું પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે મશાલ વાહક બનીશ. હું સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંકલ્પનું પ્રતીક બનીશ. આ જ્યોત આપણી સામૂહિક ભાવના અને સપનાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. માંરા માટે આ એક મહાન વિશેષાધિકાર અને સન્માન છે !’

ફ્રાન્સના પેરિસમાં  2024 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ નું આયોજન થનાર છે. જે  અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ હશે.  ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાશે  બિન્દ્રા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના એથ્લેટ્સ કમિશનના સભ્ય પણ છે. અભિનવે 2008 બેઈજિંગ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યા હતા .

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎