:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દિવ્યાંગ દિકરી બાંગ્લાદેશમાં વગાડશે ગુજરાતનો ડંકો, ગુજરાતની દીકરી હેતલે ફૂટબોલ થકી નિર્માણ કરી ઓળખ...

top-news
  • 08 Apr, 2024

પ્રકૃતિનો નિયમ જ છે, દરેક વ્યક્તિ સંપૂર્ણ કે સર્વ જ્ઞાની હોતો નથી.  કુદરત કોઇને એક આપે છે, તો બીજા પાસેથી એ વસ્તુ છીનવી પણ લે છે,અને તેની  સામે બીજું ઘણું બધું આપી તેની ભરપાઇ કરી દે છે. મળતી માહિતી મુજબ મહીસાગરના ખાનપુરના મછારના મુવાડા ગામની હોનહાર દીકરી હેતલ મછાર આ વાતનું જીવંત  ઉદાહરણ છે. નાનપણથી જ માનસિક રીતે ક્ષતિ ધરાવતી મનો દિવ્યાંગ દીકરી હેતલને કુદરતે એવી બક્ષિસ આપી છે કે જેના થકી તે દુનિયાભરમાં ગુજરાત અને દેશનું નામ રોશન કરવા જઇ રહી છે.

ક્રિકેટ ઘેલા ભારતમાં ગુજરાતની દીકરી હેતલે ફૂટબોલ રમીને પોતાની આગવી ઓળખાણ બનાવી છે. તાલુકો હોય કે રાજ્ય કે પછી નેશનલ લેવલની સ્પર્ધા હોય, હેતલે દરેકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. હવે તે બાંગ્લાદેશમાં 16 થી 22 એપ્રિલ દરમિયાન આયોજિત સ્પેશ્યલ ઓલિમ્પિક્સ સાઉથ એશિયા યુનિફાઇડ ફૂટબોલ કોમ્પિટિશનમાં ભાગ લેવા જઇ રહી છે.

જિંદગીમાં અભાવના રોદણા રડ્યાં કરનારાઓએ હેતલના ઘરની સ્થિતિ પર નજર કરવાની જરૂર છે.અત્યંત સામાન્ય ઘરમાં રહેતી અને ગરીબીમાં જીવતી હેતલને 3 બહેનો અને એક ભાઇ મળી કુલ 6 લોકોનો પરિવાર છે.તેના પિતા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વડાગામની જે એસ દરજી હાઇસ્કૂલમાં ભણતી હેતલને નાનપણથી જ રમતગમતમાં રસ હતો. દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ એજ્યુકેટરે હેતલની પ્રતિભાને ઓળખી તેને તાલીમ આપી.તો સ્કૂલના પીટી ટીચરે પણ વિશેષ ધ્યાન આપી હેતલને ફૂટબોલની રમતમાં પારંગત બનાવી.

સામાન્ય પરિવાર અંતરિયાળ ગામડું અને પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે ઉછરેલી હેતલ હવે બાંગ્લાદેશના ઢાકામાં રમવા જઇ રહી છે.આ પહેલા તે 10 થી 15 એપ્રિલ સુધી હરિયાણાના ફરિદાબાદમાં નેશનલ લેવલે તાલીમ મેળવશે.ત્યારે હેતલની દેશના સીમાડા વટાવનારી સિદ્ધિને લઇને તેનો પરિવાર અને શાળાનો સમગ્ર સ્ટાફ ખુબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎