:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગાવસ્કરે રાશિદ ખાનના પ્રદર્શનના કર્યા વખાણ: બેન સ્ટોકસ સાથે કરી સરખામણી

top-news
  • 11 Apr, 2024

પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ગુજરાત ટાઈટન્સના વાઈસ કેપ્ટન રાશિદ ખાનના પ્રદર્શનના વખાણ કર્યાં હતા. ગાવસ્કરે રાશિદની તુલના ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ સાથે કરી છે. રાશિદ ખાને બુધવારે રાજસ્થાન રોયલ્સ સામે જયપુરમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સને અંતિમ બોલ પર જીત અપાવી હતી. રાશિદ ખાને પહેલા બોલથી કમાલ કરી બતાવી અને પછી બેટિંગ કરીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. IPL 2024માં ગુજરાત ટાઈટન્સની આ ત્રીજી જીત છે, જ્યારે ટીમે ત્રણ મેચ ગુમાવી પણ છે.

રાશિદ ખાને બોલિંગ દરમિયાન જોસ બટલરને આઉટ કર્યો અને 11 બોલમાં 24 રનની ઈનિંગ રમી હતી. ગાવસ્કરે રાશિદની વિકેટ લેવાની ક્ષમતા સિવાય તેના બેટિંગના પણ વખાણ કર્યાં હતા. 'રાશિદ હંમેશાની જેમ વિકેટ લે છે અને જ્યારે બેટિંગની જરૂર હોય છે ત્યારે તે પોતાનું કામ કરે છે. આ જ કારણે વિશ્વભરમાં હાજર ફ્રેંચાઈઝી તેને ખરીદવા ઈચ્છે છે. તેઓ તેને પસંદ કરે છે કેમ કે તેઓ તેની પ્રતિબદ્ધતા, બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ જુએ છે. તે ફિલ્ડિંગ કરતી વખતે પણ 100% મહેનત કરે છે. બોલર ફિલ્ડિંગ દરમિયાન ડાઈવ કરવાથી દૂર ભાગે છે પરંતુ રાશિદના કિસ્સામાં આવુ નથી. રાશિદ ટીમને સો ટકા આપવા માગે છે'.

ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે અન્ય એક ક્રિકેટર છે જે IPL માં રમી રહ્યો નથી. આવો જ બેન સ્ટોક્સ છે. જ્યારે પણ તમે બેન સ્ટોક્સને જોશો તો ખ્યાલ આવશે કે તે બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ બધું જ 100 % આપે છે. તે એવો ક્રિકેટર છે જેને કોચ પસંદ કરે છે, કેપ્ટન પસંદ કરે છે. શક્ય છે કે તે હંમેશા પરિણામ ન આપે પરંતુ હંમેશા સો ટકા જ પ્રયત્ન કરશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎