:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બીજી ટી20માં ભારતીય મહિલા ટીમની જીત : મેધરાજાના આશીર્વાદે D/Lને આધારે 19 રને વિજયી ..

top-news
  • 02 May, 2024

સિલ્હટમાં રમાયેલ  બીજી ટી20 મેચમાં ભારતીય મહિલા ટીમનો બાંગ્લાદેશ સામે  વિજય થયો હતો . બીજી ઈનીગ સમયે વરસાદ પડતાં  ડકવર્થ -લુઈસ મેથડના આધારે ભારતની ટીમનો 19 રને વિજય થયો હતો. આ સમગ્ર મેચમાં રાધા યાદવ અને દયાલાન હેમલતાએ ઓલ-રાઉન્ડ દેખાવ કર્યો હતો. જ્યારે ડાબોડી સ્પિનર રાધાએ 19 રનમાં ત્રણ વિકેટ ઝડપતા બાંગ્લાદેશની મહિલા ટીમ 119 રનમાં સમેટાઈ ગઈ હતી.

મુર્શિદા ખાતુને સર્વાધિક 46 રન કર્યા હતા. જવાબમાં ભારતીય મહિલા ટીમે શેફાલી (શૂન્ય)ની વહેલી વિકેટ ગુમાવ્યા બાદ 5.2 ઓવરમાં એક વિકેટે 47 રન કર્યા હતા. મેચમાં બીજી ઈનીગના સમયે બીજી વખત વરસાદ પડ્યો હતો જેને પગલે ડીએલએસ મેથડ મુજબ ભારતને 28 રનનો ટારગેટ મળ્યો હતો પરંતુ ભારતીય મહિલા ટીમ 19 રન આગળ હોવાથી તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

હેમલતા 24 બોલમાં 41 રન કરીન અણનમ રહી હતી જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થયો હતો. ભારતે પાંચ ટી20 મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/dloE5