પુરુષ અને મહિલા ટીમ ઓલિમ્પિક રિલેરેસમાં ક્વોલિફાય : 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan07052024_124125_17-1-2 (1).webp)
- 07 May, 2024
દેશના ખેલ જગતના તારલાઓ એ ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું છે. દેશની મહિલા રીલે રેસ ટીમ તેમજ પુરુષ ટીમે ઓલિમ્પિકમાં યોજાનાર રેસ માટે ક્વોલિફાય કર્યું છે. તેમના દ્વારા દેશને ફરી એક વાર મોટી સફળતા હાંસલ થઈ છે, ભારતીય મહિલા 4×400 મીટર રિલે ટીમ વર્લ્ડ એથ્લેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટ્સમાં બીજા સ્થાને રહીને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થઈ હતી.
ભારતીય પુરુષોની 4×400 મીટર રિલે ટીમ પણ નાસાઉ, બહામાસમાં વર્લ્ડ એથ્લેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટ રેસ દરમિયાન પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થઈ હતી. મહિલા ટીમમાં રૂપલ ચૌધરી, એમ આર પૂવમ્મા, જ્યોતિકા શ્રીદાંડી અને સુભા વેંકટેશન ત્રણ મિનિટ અને 29.35 સેકન્ડનો સમય લઇને હીટ નંબર એકમાં જમૈકા (3:28.54) પછી બીજા સ્થાને રહી હતી.
અગાઉ ભારતીય ટીમ રવિવારે પ્રથમ રાઉન્ડની ક્વોલિફાઈંગ હીટમાં ત્રણ મિનિટ અને 29.74 સેકન્ડના સમય સાથે પાંચમા સ્થાને રહી હતી.જ્યારે પુરુષ ટીમમાં મોહમ્મદ અનસ યાહિયા, મોહમ્મદ અજમલ, આરોકિયા રાજીવ અને અમોજ જેકબની પુરૂષ ટીમ 3:3.23 સેકન્ડ સાથે યુનાઇટેડ સ્ટેટ્સ (2:59.95) પાછળ બીજા સ્થાને રહી હતી. બીજા રાઉન્ડમાં ત્રણ હીટમાં ટોચની બે ટીમો પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરશે. પેરિસ ઓલિમ્પિક આ વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ