:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દોહામાં નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ : એકસાથે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બંને ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો...

top-news
  • 11 May, 2024

દોહા ડાયમંડ લીગ કતારની સ્પોર્ટ્સ ક્લબમાં યોજાઈ, નીરજે દોહાથી જ તેની સીઝનની શરૂઆત કરી. તેણે ગઈ સિઝનમાં દોહામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.પરંતુ  નીરજ ચોપરા દોહા ડાયમંડ લીગની આ સિઝનમાં સિલ્વર મેડલથી સંતોષ માંનવો પડ્યો હતો.  તે આ વર્ષે પોતાના ટાઇટલનો બચાવ કરી શક્યો ન હતો. તેણે 6 રાઉન્ડ પછી 88.36 મીટરનો બેસ્ટ થ્રો ફેંક્યો, જે તેના છેલ્લા પ્રયાસમાં આવ્યો.

ચેક રિપબ્લિકનો યાકુબ વાદલેચ પ્રથમ નંબરે રહ્યો, તેણે ત્રીજા એટેમ્પટમાં 88.38 મીટરનો બેસ્ટ થ્રો ફેંક્યો હતો.ભારતના અન્ય જેવલિન થ્રોએર કિશોર જેના 10 એથ્લેટ્સમાં 9મા સ્થાને રહ્યો. તેણે ત્રીજા પ્રયાસમાં 76.31 મીટરનો બેસ્ટ થ્રો ફેંક્યો હતો.નીરજ ચોપરાનો પહેલો થ્રો ફાઉલ રહ્યો હતો. તેણે બીજા એટેમ્પ્ટમાં 84.93 મીટર, ત્રીજા એટેમ્પ્ટમાં 86.24 મીટર, ચોથા એટેમ્પ્ટમાં 86.18 મીટર, પાંચમા એટેમ્પ્ટમાં 82.28 મીટર અને છેલ્લા એટેમ્પ્ટમાં 88.36 મીટર લોન્ગ થ્રો ફેંક્યો હતો.

નીરજે તેની 2023 સીઝનની શરૂઆત પણ દોહામાં કરી હતી. ગયા વર્ષે આ જ ઈવેન્ટમાં ચોપરાએ 88.67 મીટરના અંતર સાથે ગોલ્ડ જીત્યો હતો. તેમજ, ચેક રિપબ્લિકના યાકુબ વાદલેચ બીજા સ્થાને હતા. તેણે માત્ર 0.04 મીટરથી ટોપ સ્થાન ગુમાવ્યું હતું. જો કે, વાદલેચે 2023માં યુજીનમાં યોજાયેલી ફાઇનલમાં નીરજને હરાવીને ડાયમંડ લીગનો તાજ જીત્યો હતો. આ વખતે વાદલેચે દોહામાં પણ નીરજને હરાવ્યો હતો.

નીરજ એકસાથે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બંને ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો. તેણે 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો.ભારત 1900થી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે, પરંતુ નીરજ પહેલાં, કોઈ પણ ભારતીયે ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સમાં કોઈપણ રંગનો મેડલ જીત્યો ન હતો. નીરજ પહેલાં, મિલ્ખા સિંહ અને પીટી ઉષાનું અલગ-અલગ ઓલિમ્પિકમાં ચોથું સ્થાન મેળવવું એ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎