:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

42 વર્ષીય માહીના સંન્યાસની અટકળો તેજ : ધોનીની આ છેલ્લી IPL? ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી, ધોની કે IPL તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી

top-news
  • 13 May, 2024

 ઈન્ડિયન પ્રીમિયર લીગ ipl 2024ની હાલમાં સિઝન ચાલી રહી છે. દરવર્ષે આ મેચનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં  રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક શાનદાર મેચ રમાઈ હતી જેમાં ચેન્નાઈએ 5 વિકેટે જીત હાંસલ કરી હતી. આ મેચ ચેન્નાઈના હોમ ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ શરૂ થતા પહેલા અને પછી કઈક અલગ નજારો જોવાં મળ્યો ,જેને જોયા બાદ ચાહકોની આંખો પાણી થી ભરાઈ આવી હતી. 

આ સિઝનની ચેન્નાઈ ટીમ દ્વારા પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમવા આવતી આ છેલ્લી લીગ મેચ હતી. હવે ચેન્નાઈની ટીમે આ IPL સિઝનના ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચ 18 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમવાની છે. વધુમાં આ મેચ બેંગલુરુમાં RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજવામાં  આવેલી છે. પરતનું અહી જાણવા જેવી વાત એ છે કે ચેપોકમાં રમાયેલી CSK અને RRની મેચમાં બે એવી ઘટનાઓ બની જેણે 42 વર્ષીય ધોનીના સંન્યાસ અંગેની અટકળોને તેજ બનાવી દીધી , જેમાં પહેલી બાબત એ કે મેચમાં ટોસ પહેલા CSK ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર ખાસ અપીલ કરી હતી જેને લઈને દર્શકો ના મનમાં ધોનીના સંન્યાસ અંગેની વાતો વહેતી થઈ ગઈ . 

ફ્રેન્ચાઈઝીએ પોસ્ટ શેર કરતા કહ્યું કે, મેચ સમાપ્ત બાદ દર્શકો સ્ટેડિયમમાં જ રહેજો કારણ કે મેચ પછી કંઈક ખાસ થવાનું છે. ચાહકોને સરપ્રાઈઝ મળી શકે છે. આ પોસ્ટ બાદ ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે મેચ પછી ધોનીને લઈને કંઈક થવાનું છે. કેટલાક ચાહકોએ કહ્યું કે તે મેચ  પછી રડવાના છે. પરંતુ   રાજસ્થાનને હરાવ્યા બાદ બીજો જ નજારો જોવા મળ્યો. ધોની અને ચેન્નાઈની ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફે 'લેપ ઓફ ઓનર' કર્યું એટલે કે સ્ટેડિયમના ચક્કર લગાવ્યા. આ સાથે જ ધોનીએ પૂર્વ ખેલાડી સુરેશ રૈના સાથે મળીને પોતાના ચાહકોનો હંમેશા ટીમને સપોર્ટ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.



આ દરમિયાન ધોનીએ રિટર્ન ગિફ્ટ તરીકે ચાહકોને યલો કલરનો બોલ આપ્યો હતો. લેપ ઓફ ઓનર પહેલા ધોની સહિત તમામ ખેલાડીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા. તમામ ખેલાડીઓ એક લાઈનમાં ઉભા રહ્યા અને ટીમના માલિક એન શ્રીનિવાસનની પુત્રી રૂપા ગુરુનાથે તેમને મેડલ એનાયત કર્યા.
આ સાથે જ ધોનીને તેમના સાથી ખેલાડીઓએ 'ગાર્ડ ઓફ ઓનર' પણ આપ્યું હતું. આ તમામ બાબતોના કારણે ચાહકોના મનમાં ધોનીના સંન્યાસ અંગેની અટકળો તેજ થઈ ગઈ છે. જો કે હજુ સુધી ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી, ધોની કે IPL તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. હાલમાં આ તમામ કલ્પનાઓ ફક્ત અટકળો જ છે.

ધોની આ વખતે 7 જુલાઈના રોજ 43 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં આ તેની છેલ્લી IPL સિઝન માનવામાં આવી રહી છે. માહીએ આ સિઝન પહેલા જ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સની જવાબદારી ગાયકવાડને સોંપી દીધી હતી. ધોની આગામી સિઝનમાં મેન્ટર અથવા કોચ જેવી કંઈક નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. હાલમાં  બધુ ચિત્ર અસ્પસ્ટ છે . 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎