:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સુનીલ છેત્રીએ કરી સંન્યાસની જાહેરાત ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટને કહ્યું કે , 6 જૂને કુવૈત સામે થનારા ફીફા વર્લ્ડ કપ બાદ તે અલવિદા કહેશે

top-news
  • 16 May, 2024

ભારતીય સ્ટાર ફુટબોલર સુનીલ છેત્રીએ ગુરુવારે 16 મે એ આંતરરાષ્ટ્રીય ફુટબોલથી સંન્યાસ લેવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી છે. ભારતીય ફૂટબોલ આઇકોન સુનીલ છેત્રીએ ગુરુવારે 6 જૂને કોલકાતામાં કુવૈત સામેની ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો, જેનાથી બે દાયકાની શાનદાર કારકિર્દી પર પડદો પડશે . લાંબા સમયથી સેવા આપતા રાષ્ટ્રીય ટીમના કેપ્ટને તેની જાહેરાત કરી. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરેલા એક વીડિયો દ્વારા નિર્ણય લીધો. ભારત હાલમાં ગ્રુપ Aમાં ચાર પોઈન્ટ સાથે બીજા ક્રમે છે, જે લીડર કતારથી પાછળ છે.

39 વર્ષીય આ ભારતીય ફુટબોલરે 12 જૂન 2005એ પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું અને આ મેચમાં ભારત માટે પોતાનો ગોલ પણ દાગ્યો હતો. સુનીલ છેત્રીએ 20 વર્ષના કરિયરમાં ભારત માટે 145 મેચ રમી છે જેમાં તેમણે 93 ગોલ કર્યાં છે. છેત્રીએ માર્ચમાં ભારત માટે તેનો 150મો દેખાવ કર્યો હતો અને ગુવાહાટીમાં અફઘાનિસ્તાન સામે આ પ્રસંગે ગોલ કર્યો હતો. જો કે ભારત તે મેચ 1-2થી હારી ગયું હતું. કુવૈત સામેની મેચ તેની છેલ્લી છે,છેત્રીએ નિવૃત્તિના નિર્ણયની જાહેરાત કરતી વખતે કહ્યું હતું . સુનીલ છેત્રી ભારતના ઓલ ટાઈમ હાઈ સ્કોરર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી તરીકે ઈન્ટરનેશનલ ફુટબોલને અલવિદા કહેશે. તે એક્ટિવ ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે લીજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી બાદ ત્રીજા સ્થાને છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સુનીલ છેત્રીના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણય વિશે ટ્વિટ કર્યું છે. બોર્ડે લખ્યું, "તમારી કારકિર્દી અસાધારણથી ઓછી રહી નથી અને તમે ભારતીય ફૂટબોલ અને ભારતીય રમતો માટે અસાધારણ આઇકોન છો."

છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરતા પોતાના ડેબ્યૂથી લઈને સમગ્ર કરિયરને યાદ કર્યું. તે આ દરમિયાન ખૂબ ઈમોશનલ પણ જોવા મળ્યો. 9 મિનિટનો આ વીડિયો ભારતીય કેપ્ટને એ લખીને પોસ્ટ કર્યો કે હું તમને કંઈક કહેવા માગુ છુ....અને ત્યારબાદ કરી નિવૃત્તિની જાહેરાત .. 

ભારતીય કેપ્ટને પોતાના કરિયરમાં કુલ 6 વખત એઆઈએફએફ પ્લેયર ઓફ ધ યર પુરસ્કાર જીત્યો. આ સિવાય 2011માં અર્જુન પુરસ્કાર અને 2019માં પદ્મ શ્રી પુરસ્કારથી તેને સન્માનિત કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય મંચ પર, છેત્રી એએફસીમાં ખિતાબ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. 2008માં ચેલેન્જ કપ, 2011 અને 2015માં SAFF ચેમ્પિયનશિપ, 2007, 2009 અને 2012માં નેહરુ કપ, સાથે જ 2017 અને 2018માં ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎